Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એનજીટીએ પર્યાવરણને પ્રદૂષિત કરવા બદલ ફોક્સવેગનને ૫૦૦ કરોડનો દંડ ફટકાર્યો

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ગુરૂવારે જર્મન ઓટો મેજર ફોક્સવેગન પર રૂપિયા ૫૦૦ કરોડનો દંડ ફટકાર્યો છે. આ દંડ કંપની પર છેતરપિંડી કરનારા ડિવાઈસ ડિઝલ કાર્સમાં વાપરીને પર્યાવરણને નુકસાન પહોંચાડવા પર કરવામાં આવ્યો છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની જસ્ટિસ આદર્શ કુમાર ગોયલની બેન્ચે આ રકમ કંપનીને બે મહિનામાં જમા કરાવવા આદેશ કર્યો છે.
ગ્રીન પેનલે તા.૧૬ નવેમ્બર ૨૦૧૮ના રોજ જણાવ્યું હતું કે ફોકસવેગને છેતરપિંડી કરનારું ડિવાઈસ તેની ડિઝલ કાર્સમાં વાપર્યું હોવાના પગલે પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે. આ કારણે પેનલે કંપનીને વચગાળાની ૧૦૦ કરોડ રૂપિયાની રકમ સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ(ય્ઁઝ્રમ્)માં જમા કરાવવાનો નિર્દેશ કર્યો હતો.
સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે એક જોઈન્ટ ટીમ બનાવી હતી જેમાં જીપીસીબી, મિનિસ્ટ્રી ઓફ હેવી ઈન્ડસ્ટ્રી, ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા અને નેશનલ એન્વરોમેન્ટલ એન્જિનિંયરિંગ રિસર્ચ ઈનસ્ટીટયુટ સહિતના પ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો. આ ટીમે ફોક્સવેગન પર ૧૭૧.૩૪ કરોડ રૂપિયાનો દંડ ફટકારવાનું સુચન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ દંડ દિલ્હીમાં વધારે પડતો નાઈટ્રોજન ઓક્સાઈડ વાતાવરણમાં જવાને કારણે લોકોના સ્વાસ્થ્યને નુકસાન થયું હોવાના કારણોસર ફટકારવામાં આવે તેવું સુચન કરવામાં આવ્યું હતું.

Related posts

સરકારી પુસ્તકોમાં ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ આતંકી દર્શાવાયા : આરટીઆઇમાં સ્પષ્ટતા

aapnugujarat

કોલકાતામાં કોહરામ : અમિત શાહના રોડ શોમાં ભારે હિંસા

aapnugujarat

પીએમ પદે મોદી ૬૩ ટકાની અને રાહુલ ૨૦ ટકાની પસંદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1