Aapnu Gujarat
રાષ્ટ્રીય

પીએમ પદે મોદી ૬૩ ટકાની અને રાહુલ ૨૦ ટકાની પસંદ

ચાલુ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોની ચૂંટણીને આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીની સેમિફાઈનલ મનાઈ રહી છે. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ છે. એવામાં આમ આદમી પાર્ટી(આપ)ના સૌથી મોટા નેતા અરવિંદ કેજરીવાલે પણ આ રાજ્યોમાં ચૂંટણી મેદાને ઝંપલાવવાની જાહેરાત કરી દીધી છે.
ગત દિવસોમાં કુલ ૨૬ વિપક્ષી દળોએ ગઠબંધન કરી ઈન્ડિયાનામના એક વિપક્ષી મોરચાની જાહેરાત કરી હતી. આ મહાગઠબંધનનો ઉદ્દેશ્ય કેન્દ્રની ભાજપ સરકારને હરાવવાનો હતો. ભાજપે એ ક્લિયર કરી દીધું છે કે તેમની પાર્ટીનો પીએમ તરીકે તરીકેનો ચહેરો વડાપ્રધાન મોદી જ રહેશે. એવામાં લોકોના મનમાં સવાલ એ પણ છે કે વિપક્ષી જૂથ ઈન્ડિયાના પીએમનો ચહેરો કોણ બનશે? એક સરવેમાં પૂછાયેલા લોકોને પૂછાયું કે તેમના માટે પીએમના ચહેરા તરીકે કોણ સર્વશ્રેષ્ઠ છે? ચાલો જાણીએ સરવેના પરિણામ.
સી વૉટર દ્વારા હાથ ધરાયેલા સરવે અનુસાર કુલ ૬૨% લોકોએ કહ્યું કે તેમના માટે પીએમ તરીકેની પહેલી પસંદ નરેન્દ્ર મોદી જ છે. એટલે કે અડધાથી વધુ વસતીની પસંદગી પીએમ મોદી છે. જ્યારે દિલ્હીના સીએમ કેજરીવાલ પર ૬% લોકોએ પસંદગી ઉતારી હતી. એવામાં કેજરીવાલને પીએમ મોદીની તુલનાએ ઓછા લોકોએ પસંદ કર્યા. જોકે યુપીના સીએમ યોગી આદિત્યનાથને પીએમ તરીકેના દાવેદાર માત્ર ૩% લોકો જ માને છે.
સી વૉટરના સરવેમાં સૌથી વધુ લોકોએ પીએમ મોદીને પસંદ કર્યા હતા. તેમના પછી રાહુલ ગાંધીનો નંબર આવે છે. કુલ ૨૦% લોકોએ પીએમ પદના દાવેદાર ગણાવ્યા હતા. રાહુલ બાદ કેજરીવાલનો વારો આવે છે.
સી વૉટરે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી અંગે એક સરવે કર્યો છે. સરવે અનુસાર આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બની શકે છે. રાજ્યની કુલ ૯૦ સીટોમાંથી કોંગ્રેસના ખાતામાં ૪૮-૫૪ બેઠકો જઈ શકે છે. છત્તીસગઢમાં બહુમતી માટે ૪૬ સીટો જરૂરી છે. એવામાં સરવેમાં કોંગ્રેસ બહુમતીના આંકડાને ક્રોસ કરતી દેખાય છે.

Related posts

पाकिस्तान अपनी सोच और आदतें सुधार ले : राजनाथ सिंह

aapnugujarat

Mumbai’s drinking water is the best, Delhi’s worst : Centre

aapnugujarat

મોદીની શ્રેણીબદ્ધ રેલી બાદ ભાજપના કાર્યકર ઉત્સાહિત

aapnugujarat
UA-96247877-1