Aapnu Gujarat
ગુજરાત

વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અને તાલુકા પંચાયતના સભ્ય બાખડ્યા

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનાં કાર્યક્રમમાં વિવાદ થયો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યાં છે. આ કાર્યક્રમ દરમિયાન વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અને તાલુકા પંચાયતના સભ્ય બાખડ઼્યા છે. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખે અપશબ્દ બોલતાં મામલો બિચક્યો હતો.ચાલુ કાર્યક્રમમાં બંને હોદ્દેદારો વચ્ચે બોલાચાલીથી ઉત્તેજના પ્રસરાઈ હતી. જ્યારે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો ત્યારે વડોદરાના સાંસદ, મેયર, ધારાસભ્ય પણ ઉપસ્થિત હતા .પ્રાપ્ત અહેવાલો મુજબ, ચાલુ કાર્યક્રમમાં ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, મેયર ડૉ.જીગીશાબેન શેઠ અને સાંસદ રંજન બેન ભટ્ટની હાજરીમાં સભાસદ અને જિલ્લા ભાજપ પ્રમુખ દિલુભા ચુડાસમા વચ્ચે શાબ્દીક બોલાચાલી થઈ હતી.બંને વચ્ચે બોલાચાલી થતા તાત્કાલિક આગેવાનોએ મામલો થાળે પાડ્યો હતો. જોકે, મળતા અહેવાલો મુજબ, જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા મજાક મસ્તીમાં વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક તાલુકા પંચાયતના સભ્ય સાથે બોલાચાલી થઈ હતી.

Related posts

નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક માટે દાવેદારી પાછી ખેંચી

aapnugujarat

શહેરા તાલુકાના ટેક્નોસેવી શિક્ષકોની તાલીમ યોજાઈ

editor

સ્થાનિક ચૂંટણી : જિલ્લા-તાલુકા પંચાયતમાં સરેરાશ ૫૫ ટકાથી વધુ મતદાન

editor

Leave a Comment

UA-96247877-1