Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યૂપીમાં સપા-બસપા ગઠબંધને કોંગ્રેસને ઓફર કરી લોકસભાની ૯ સીટો

કોંગ્રેસ અને સપા-બસપા ગઠબંધન વચ્ચે ઉત્તર પ્રદેશમાં બેક ચેનલ વાત થઈ હતી. કોંગ્રેસને ગઠબંધને ૯ સીટો ઓફર કરી છે. જેમાં ૨ સીટો અમેઠી અને રાયબરેલી પણ છે. યૂપીમાં કોંગ્રેસના ધીમા થયેલા પ્રચાર અભિયાન પાછળ આ પણ એક કારણ છે. પ્રિયંકા ગાંધી ૨૦ દિવસ પહેલા લખનઉ આવ્યા હતા. આ પછી ચૂંટણી પ્રચાર કર્યો નથી. શહીદ પરિવારને મળવા પશ્ચિમી ઉત્તર પ્રદેશ ગઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાલ યૂપીથી દૂર છે.
એર સ્ટ્રાઇક પછી બદલાયેલી પરિસ્થિતિઓમાં વિપક્ષને એક રાખવાના પ્રયત્નમાં આ નવી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. રાષ્ટ્રીય સ્તરના બે મોટા નેતા યૂપીમાં વિપક્ષને એકજુટ રાખવા માટે કોંગ્રેસ અને સપા-બસપા સાથે વાત કરી હતી.
પ્રિયંકા ગાંધી ૮ માર્ચની આસપાસ યૂપીમાં બીજો રાઉન્ડ શરુ કરી શકે છે. અંતિમ નિર્ણય થોડો દિવસોમાં લેવામાં આવી તેવી સંભાવના છે. પ્રિયકાંના કારણે જ ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોર દ્વારા ઉત્તર પ્રદેશમાં સપા સાથે ગઠબંધન કર્યું હતું. અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસ નવા પ્રકારે ગઠબંધન કરવાનો પ્રયત્ન કરશે.
રાહુલ ગાંધી દ્વારા ગઠબંધન મામલા માટે બનાવેલી એકે એન્ટોનીની કમિટી બધા રાજ્યોમાં ગઠબંધનની સંભાવનાને નવી રીતથી જોઈ રહી છે. દિલ્હીમાં આ જ ક્રમમાં આપ સાથે ગઠબંધનના વિકલ્પ પર ચર્ચા થઈ રહી છે. ઝારખંડ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, બિહારમાં ગઠબંધનની વાત અંતિમ રાઉન્ડમાં છે. આગામી બે સપ્તાહમાં કોંગ્રેસ બધા રાજ્યોમાં તસવીર સ્પષ્ટ કરી દેશે.

Related posts

રાજસ્થાનમાં ભાજપના ભૂતપૂર્વ હોદ્દેદારની ગોળી મારી હત્યા

aapnugujarat

નવેમ્બરમાં મોંઘવારી ૧૫ મહિનાની ઉંચી સપાટી પર

aapnugujarat

અમિત શાહ, રાજનાથસિંહ અને ગિરિરાજસિંહે અગ્નિપથ યોજનાના ફાયદા સમજાવ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1