Aapnu Gujarat
રાષ્ટ્રીય

૫ આંકડામાં પગાર થશે સ્ટાર્ટ : રેલવેમાં પડી રહી છે ભરતી,ખાલી છે ૧૦ હજાર જગ્યાઓ

રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા વિવિધ કેટેગરીમાં ૮ માર્ચથી ભરતી શરૂ થઈ રહી છે. સ્ટેનોગ્રાફર, ચીફ લો આસિસ્ટન્ટ, જુનિયર ટ્રાન્સલેટર હિન્દી અને અન્ય કેટેગરીમાં ભરતી કરવામાં આવશે. અરજી કરનારને આરઆરબીની અધિકારિક વેબસાઈટમાં જઈને અરજી કરવાની રહેશે. નોંધનીય છે કે, વિવિધ કેટેગરી માટે મહત્તમ એજ્યુકેશન ક્વોલિફિકેશન અને અનુભવને આધારે અરજી કરવાની રહેશે. તેથી કેન્ડિડેટ પોતાની એજ્યુકેશન ક્વોલિફિકેશનને આધારે અલગ કેટેગરીમાં અપ્લાય કરી શકે છે.સર્વ પ્રથમ આરઆરબીની અધિકારિક વેબસાઈટ ઉપર જઈને એનટીપીસી, પેરા-મેડિકલ, લેવલે-૧ અને એમઆઈની પોસ્ટની જાહેરાત જોવા મળશે. તે પછી જરૂરી માહિતી, ફોટો અને સાઈન અપલોડ કરવાનું રહેશે. તે પછી એપ્લિકેશન ફીની ચુકવણી કરી અને અપ્લિકેશનની પ્રિન્ટ અચુક લેવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, જનરલ અને ઓબીસી કેટેગરીના કેન્ડિડેટ માટે રૂ.પ૦૦ ફી નક્કી કરવામાં આવી છે. જ્યારે મહિલા, પીડબ્યુટી, એક્સ સર્વિસમેન, એસસી અને એસટીના કેન્ડિડેટ માટે રૂ.રપ૦ ફી નક્કી કરવામાં આવી છે.

Related posts

मोहर्रम पर जुलूस निकालने की इजाजत नहीं : SC

editor

સ્પાઇસ જેટના યાત્રીની બેગેમાંથી કારતૂસ મળતા ખળભળાટ

aapnugujarat

અગ્નિદાહ માટે પૈસા નહીં હોવાથી દીકરાને માતાની લાશ કચરામાં ફેંકવી પડી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1