Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીને પોતાના રક્ષા બજેટમાં કર્યો ધરખમ ફેરફાર

ચીનના એક પગલાએ ભારત, અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોની ઉંઘ ઉડાવી દીધી. ચીને સોમવારે ઇશારો કર્યો કે તે પોતાના રક્ષા બજેટમાં ભારે ભરખમ વધારો કરવા જઇ રહ્યું છે. સાથે જ તેણે પોતાના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું કે તેમણે અન્ય કોઇ દેશ માટે કોઇ ખતરો ઉત્પન્ન નથી કર્યો.
ચીને ગત વર્ષે પોતાના રક્ષા બજેટમાં ૮.૧ ટકાનો વધારો કર્યો હતો. જેનાથી રક્ષા ક્ષેત્રમાં તેનો ખર્ચ વધીને ૧૭૫ અબજ ડોલર થઇ ગયો હતો. જે ભારતની તુલનામાં ત્રણ ગણું છે.
ચીનના વડાપ્રધાન લી ક્વિંગ મંગળવારે નેશનલ પીપલ્સ કોંગ્રેસના વાર્ષિક સત્રના દરમિયાન પોતાના કામકાજના વિગતોમાં ચોક્કસ આંકડાની જાહેરાત કરશે.
જો કે એનસીપીના પ્રવક્તા ઝાંગ યેસુઇએ સોમવારે મીડિયા સાથેની વાતચીતમાં સંકેત આપ્યો કે ચીન રક્ષા પર ભારે ખર્ચ ચાલુ રાખશે.તેમણે કહ્યું કે દેશના રક્ષા ખર્ચમાં વધારો અન્ય ઘણા પ્રમુખ વિકાસશીલ દેશોની તુલનામાં ઓછો છે. ઝાંગે કહ્યું કે કોઇ દેશ અન્ય દેશ માટે સૈન્ય ખતરો છે કે નહીં તેનું આંકલન રક્ષા ખર્ચમાં વધારાથી નહીં પરંતુ તેની વિદેશ અને રાષ્ટ્રીય નીતિના આધારે નક્કી કરવું જોઇએ. ચીનનું આ પગલું એવા સમયે સામે આવ્યું છે કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉગ્ર તણાવ પ્રવર્તી રહ્યો છે. અને બંને દેશો યુદ્ધની અણી પર આવીને બેઠા છે.

Related posts

અમેરિકાએ અફઘાનિસ્તાનમાં લડાઈને કરી સમાપ્ત

editor

अगर भारत ने रूस से एस-400 खरीदा तो रक्षा संबंधों पर पड़ेगा गंभीर प्रभाव: US

aapnugujarat

ट्रंप के नाम पर गोलन में कॉलोनी बनाएगा इजराइल : नेतन्याहू

aapnugujarat

Leave a Comment

UA-96247877-1