Aapnu Gujarat
રમતગમત

ક્રિકેટનો હેંગઝોઉ એશિયન ગેમ્સ-૨૦૨૨ના રમત કાર્યક્રમમાં સમાવેશ કરાયો

ક્રિકેટને હૅંગઝોઉ એશિયન ગેમ્સ ૨૦૨૨ના રમત કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે, જેથી આ રમતની મહાદ્વિપ રમતોમાં વાપસી થઈ શકે છે. રવિવારે મીડિયામાં આવેલા અહેવાલોમાં આ જાણકારી આપવામાં આવી છે. એશિયન ઓલમ્પિક પરિષદ (ઓસીએ)ની સામાન્ય સભા દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ક્રિકેટને ૨૦૧૨ અને ૨૦૧૪ની એશિયન ગેમ્સમાં મંજૂરી મળી હતી, પરંતુ ઈન્ડોનેશિયામાં ૨૦૧૮માં યોજાયેલી ગેમ્સમાંથી ક્રિકેટ હટાવી દેવામાં આવ્યું હતું. તેવી સંભાવના છે કે, જો ક્રિકેટને જગ્યા મળે છે તો ૨૦૧૦માં ગ્વાંગ્ઝૂ અને ૨૦૧૪માં ઇંચિયોન રમતોની જેમ ૨૦૨૨માં પણ ટી૨૦ ફોર્મેટને સામેલ કરવામાં આવશે.
ભારત આ પહેલા ટીમના વ્યસ્ત કાર્યક્રમનો હવાલો આપીને આ મહાદ્વિપીય સ્પર્ધામાંથી બહાર રહી ચુક્યુ છે. એશિયન રમતોની આગામી ટૂર્નામેન્ટના આયોજનમાં હજુ પણ ઘણો સમય છે અને તેવામાં ભારતીય ટીમના પ્રતિનિધિત્વ પર ચર્ચા કરવા માટે બીસીસીઆઈને ઘણો સમય મળશે.
બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું, ૨૦૨૨ એશિયન ગેમ્સ માટે હજુ ઘણો સમય છે. સમય આવવા પર અમે ચર્ચા કરીશું અને નિર્ણય કરીશું. ક્રિકેટને ૨૦૨૨ રમતોમાં જગ્યા આપવી આશા પ્રમાણે છે, કારણ કે, ઓસીએના માનદ ઉપાધ્યક્ષ રણધીર સિંહે યોગ્ય સ્થળ પસંદ કરવા માટે ગત મહિને હેંગઝોઉનો પ્રવાસ કર્યો હતો.

Related posts

भारत ने बांग्लादेश को हराया

aapnugujarat

स्मिथ ने भारत के खिलाफ सबसे तेजी से 8 शतक लगाए

editor

क्रिकेटर करुण नायर ने प्रेमिका शनाया के साथ की सगाई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1