Aapnu Gujarat
રાષ્ટ્રીય

બુલંદશહેર હિંસા કેસમાં ૩૮ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ

બુલંદશહેર હિંસા અને પોલીસ ઇન્સપેકટર સુબોધ કુમાર સિંહની હત્યા મામલે તપાસ કરી રહેલી યુપી પોલીસની એસઆઇટીએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. બુલંદશહેરની કોર્ટ સોમવારે આ ચાર્જશીટને ધ્યાનમાં લઇ શકે છે. યુપી પોલીસે જણાવ્યું હતું કે, આ ચાર્જશીટમાં ૩૮ લોકોના નામ સામેલ છે, જેમાંથી પાંચ લોકો સુબોધ કુમારની હત્યાના આરોપી છે.
પોલીસે દાવો કર્યો હતો કે, આ પાંચ લોકોના ટોળાએ ઇન્સપેક્ટર સિંહને ઘેરી લીધા હતા અને ત્યારબાદ ટોળામાંથી એક શખ્સે તેમને ગોળી મારી દીધી હતી. યુપી પોલીસે જણાવ્યું હતું કે, બજરંગ દળના નેતા અને આ હત્યાના પ્રમુખ આરોપીઓમાંથી એક યોગેશ રાજ પર રમખાણો અને ત્યારબાદ આગ ચાંપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જો કોર્ટ સોમવારે પોલીસની ચાર્જશીટને ધ્યાનમાં લે છે તો આ મામલે ટ્રાયલ શરૂ થઇ જશે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં કથિત ગૌહત્યાના મામલે હિંસક પ્રદર્શન થયા હતા આ હિંસા દરમિયાન પોલીસ અને સામાન્ય પ્રજા વચ્ચે ભીષણ સંઘર્ષ થયો હતો. જે દરમિયાન વિસ્તારના ઈન્સ્પેક્ટર સુબોધ સિંહની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

Related posts

પ્રદ્યુમ્ન હત્યા કેસમાં પોલીસ અધિકારીઓની સામે તવાઈ

aapnugujarat

RSS building a new Dalit narrative to keep them away from Muslims

aapnugujarat

अब तक भरे गड्ढे, अब पूरी करेंगे उम्मीदें : मैं भी चौकीदार कार्यक्रम में बोले पीएम मोदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1