Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લામાં તા. ૪ થી જુને ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાના કેન્દ્રો પ્રતિબંધિત જાહેરઃ કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ  

નર્મદા જિલ્લામાં તા. ૦૪ -૦૬- ૨૦૧૭ ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર ધ્‍વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ અને ગુજરાત મુલકી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ની સંયુકત સ્‍પર્ધાત્‍મક પરીક્ષા જિલ્‍લાના જુદા જુદા પરીક્ષા કેન્‍દ્રો ઉપર લેવાનાર છે. આ પરીક્ષા શાંત અને સૌહાર્દપૂર્ણ રીતે યોજાય અને નિર્ભયતાથી પરીક્ષાનું સરળ સંચાલન થાય તથા ગેરરીતીના પ્રલોભનથી દોરવાયા વિના પરીક્ષા આપી શકે તેવા હેતુસર ઉક્ત પરીક્ષાના દિવસે તા.૦૪ થી જુન, ૨૦૧૭ ના રોજ સવારના ૧૦=૦૦ થી સાંજના ૫=૦૦ વાગ્‍યા સુધીના સમયગાળા માટે રાજપીપળા ખાતેના નિયત પરીક્ષા કેન્દ્રોમાં જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.એસ.નિનામાએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ સહિત કેટલાંક કૃત્‍યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તદઅનુસાર, પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા, ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઇ બિન-અધિકૃત માણસોએ ઉપરોક્ત પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું નહીં. તેમજ કોઇપણ વ્યક્તિએ કોઇ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહીં. પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખન કાર્યમાં અડચણ-વિક્ષેપ-ધ્યાન ભંગ થાય તેવુ કોઇ કૃત્ય કરવુ / કરાવવુ નહીં. પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઇ વસ્તુ ઇલેક્ટ્રોનિક આઇટમ પુસ્તક કાપલીઓ ઝેરોક્ષ નકલોનું વહન કરવુ નહી કે કરાવવામાં મદદગીરી કરવી નહી, તેમ પણ આ હુકમમાં વધુમાં જણાવાયું છે.

Related posts

ગાય માતાના નામ પર સરકાર દ્વારા રાજનીતિ : મનીષ દોશી

aapnugujarat

બાબા સાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મ જયંતિ નિમિત્તે ૧૩૧ કિલોગ્રામની કેક કાપવામાં આવશે

aapnugujarat

રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટનું વિતરણ કર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1