Aapnu Gujarat
ગુજરાત

ટીબી રોગ નિર્મુલન કરવા ધોળકા તાલુકાનાં ખાનગી તબીબો માટે આરોગ્ય વિભાગ ધ્વારા સી.એમ.ઈ.નું આયોજન કરવામાં આવ્યું

રીવાઇઝડ નેશનલ ટીબી કાર્યક્રમ અંતર્ગત જીલ્લા ક્ષય કેન્દ્ર અમદાવાદ ગ્રામ્ય ધોળકા તાલુકા ખાનગી તબીબો માટે ટીબી રોગ વિશે માહિતી અને નવીન અપડેટ આપવા માટે સેમીનારનું આયોજન ડૉ. દિક્ષિત કાપડીયા, જીલ્લા ક્ષય અધિકારી અમદાવાદની અધ્યક્ષતામાં અને ડૉ. મુનિરા વોહ્રા તાલુકા હેલ્થ ઓફીસરની ઉપસ્થિતીમાં કરવામાં આવેલ હતુ. આ સીએમઈમાં ધોળકા મેડીકલ એસોસીએશનના પ્રમુખ ડૉ.મહેશભાઇ ઠક્કર,તેઓના સંલગ્ન તમામ ડોક્ટરો સાથે ઉપસ્થિત રહેલ હતા. આ પ્રસંગે જીલ્લા ક્ષય કેન્દ્ર અમદાવાદ ગ્રામ્ય,ધોળકા તાલુકાનો તમામ હેલ્થ સ્ટાફ તેમજ અન્ય ખાનગી તબીબો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
ડૉ. દિક્ષિત કાપડીયા, જીલ્લા ક્ષય અધિકારી અમદાવાદએ ઉપસ્થિત તમામ ને ટીબી કાર્યક્ર્મ અંતર્ગત ૯૯ ડોટ્સ, નિક્ષય પોષણ યોજના તેમજ જીન એક્ષપર્ટ સીબીનાટ ટેસ્ટ ફેસીલીટીની માહીતીથી અવગત કરેલ તેમજ તમામ ખાનગી તબીબોને ટીબીના તમામ દર્દીઓ નોટીફાઇ કરાવવા આહવાન કરેલ હતુ.  
ધોળકા મેડીકલ એસોસીએશનના પ્રમુખ ડૉ. મહેશભાઇ ઠક્કર જણાવ્યું હતું કે અમારી પાસે આવતા દર્દીઓને અમે પુર્ણ સારવાર આપીએ છીએ તેમજ ટીબી રોગને નાબુદ કરવા માટે સરકારની સાથે સંલગ્ન રહી કામ કરશે અને તમામ ટીબીના દર્દીઓ નોટીફાઇ કરાવવા ખાનગી તબીબોને જાણ કરેલ છે.  

તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

કાંકરેજની ખારીયા કેનાલમાંથી લાશ મળી

aapnugujarat

નર્મદા ડેમ સાઇટ ખાતે ભારતના વડાપ્રધાનશ્રીના આગામી સંભવિત મુલાકાતના સૂચિત કાર્યક્રમના સ્થળોની મહેસુલ મંત્રીશ્રી ચૂડાસમા અને વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી તડવીએ લીધેલી મુલાકાત

aapnugujarat

રાજ્યમાંથી જપ્ત દારૂ નર્મદાના પાણી કરતાય વધી જાય તેમ છે : સી.જે. ચાવડા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1