Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશમાં પીએમ મોદીની લહેર : યેદિયુરપ્પા

ભારતે પુલવામા હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈકનો રાજકીય લાભ મળશે તેમ કર્ણાટકના ભાજપના કદાવર નેતાએ પ્રમુખ બી એસ યેદિયુરપ્પાએ કહ્યુ છે. જેના પગલે વિવાદ પણ સર્જાયો છે.
યેદિયુરપ્પાએ કહ્યું હતું કે ભારતે દ્વારા પાકિસ્તાનના આતંકવાદી કેમ્પો પર કરાયેલા બોમ્બ મારા બાદ આખા દેશમાં પીએમ મોદીની લહેર ચાલી રહી છે અને તેનાથી ભાજપને આગામી લોકસભા ચૂંટણીમાં ફાયદો થશે.
યેદિયુરપ્પાએ દાવો કર્યો છે કે એર સ્ટ્રાઈકના કારણે ભાજપને કર્ણાટકમાં ૨૮માંથી ૨૨ લોકસભા બેઠકો પર જીત મળશે.
સરકારની પાકિસ્તાન સામેની કાર્યવાહીથી લોકોમાં જોશ છે.જોકે યેદિયુરપ્પાના નિવેદનને કર્ણાટક કોંગ્રેસ શરમજનક ગણાવ્યુ છે.
પૂર્વ સીએમ સિધ્ધારમૈયાએ કહ્યું હતું કે વોટ મેળવવા માટે ભાજપની યોજના જાણીને હું હેરાન છે. હજી તો ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ છે અને ભાજપ ચૂંટણીમાં ફાયદાની ગણતરી કરી રહ્યુ છે. કોઈ પણ દેશભક્ત વ્યક્તિ સૈનિકોની શહીદી પર આ પ્રકારનો ફાયદો લેવાનુ વિચારી શકે નહી. આવુ કોઈ દેશદ્રોહી જ કરી શકે છે. હવે આરએસએસનું આ માટે શું કહેવુ છે? શહીદોના પરિવારોના આંસુ હજી રોકાયા નથી અને સીટોની ગણતરી થવા માંડી છે. આ બહુ જ શરમનજક વાત છે.

Related posts

૮૨૭ પોર્ન સાઈટ બંધ કરાતાં ચાહકોમાં આક્રોશ

aapnugujarat

आरएसएस नेताओं की ‘जासूसी’ पर बिहार की सियासत में भूचाल : बीजेपी ने मांगा नीतिश कुमार से जवाब

aapnugujarat

शोपियां में 2 आतंकि ढेर

editor

Leave a Comment

UA-96247877-1