Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સાવ કંગાળ થઈ ગયું પાકિસ્તાન, પેટ્રોલ ડિઝલના પણ પડી ગયા છે ફાંફા

ભારત પાસે યુદ્ધ કરવાની ઈચ્છા ધરાવતું પાકિસ્તાન વઘુ કંગાળ બની ગયું છે. પાકિસ્તાની રૂપિયા બુધવારે ડોલરની તુલનામાં ધણો નિચા સ્તરે આવી ગયો છે. આટલું જ નહીં પાકિસ્તાન પાસે પેટ્રોલ-ડિઝલ ખરીદવાના પણ પૈસા નથી રહ્યા.
પાકિસ્તાનમાં બુધવારે રૂપિયો ૧૩૯.૨૫ના સ્તર પર બંધ થયો. કાચ્ચા તેલની સતત વધતી કિંમતોના કારણે પાકિસ્તાનને વધુ વિદેશી મુદ્રાઓ ખર્ચ કરવી પડે છે. આ સાથે જ સોનાની કિંમતોમાં પણ તેજી જોવા મળી રહી છે. પાકિસ્તાનમાં બુધવારે સોનું ૭૦ હજાર રૂપિયા પ્રતિ ૧૧ ગ્રામ વેચાઈ રહ્યું છે.
યુદ્ધની આશંકાની વચ્ચે પાકિસ્તાનમાં વિદેશી રોકાણકારો પોતાના પૈસા નિકાળી રહ્યા છે. તેના કારણે ડોલરની માંગ ખૂબ વધી ગઈ છે. માટે રૂપિયો સતત ગબડી રહ્યો છે.
બેન્ક પર વિદેશી રોકાણકારોને ડોલરમાં ચુકવણી કરી રહી છે.પાકિસ્તાનનું વિદેશી મુદ્રા ભંડોર સતત ઘટતું જઈ રહ્યું છે. દેશમાં પેટ્રોલ-ડીઝલની વધતી જતી માંગને પૂરી કરવા માટે મોંઘુ કાચુ તેલ ડોલરમાં ખરીદવું પડી રહ્યું છે. હાલમાં કાચુ તેલ ૬૫ ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે. જો ૧૦ દિવસ સુધી કાચા તેલની કિંમતોમાં ઉછાળો યથાવત રહ્યો તો પછી રૂપિયો ૧૪૨ રૂપિયે પ્રતિ ડોલર સુધીના તળીયે આવી શકે છે. માટે પાકિસ્તાનની હાલત ખૂબ ગંભીર થઈ શકે છે.
પાકિસ્તાની રોકાણકારોએ પાછલા દિવસોમાં ૯,૪૧,૨૯૪ ડોલરના શેર વેચી નાખ્યા છે. તેના કારણે વેપારીઓને થોડા દિવસો માટે સંપૂર્ણ પણે વિનિમિયન વ્યાપારને રોકી દીધું છે.

Related posts

Anhdra Pradesh CM Reddy in Dallas : I dream of an Andhra Pradesh where no farmer is forced to commit suicide

aapnugujarat

જાધવની તમામ અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી ફાંસી નહીંઃ પાક.

aapnugujarat

US-चीन व्यापारिक समझौते से कम होगी वैश्विक अस्थिरता : IMF प्रमुख

aapnugujarat

Leave a Comment

UA-96247877-1