Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પણ ભારતની સાથે પુલવામા એટેકની નિંદા કરી, ચીનના પેટમાં તેલ રેડાયું

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(યુએનએસસી)એ પુલવામા આતંકી હુમલામાં જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરાયેલા જઘન્ય અને કાયરતાપૂર્ણ આત્મઘાતી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. યુએનએસસી દ્વારા પુલવામા હુમલામાં જૈશના નામ અંગે ચીન અડગ રહ્યો હતો.
ચીને માંગ કરી હતી કે, આતંકી સંગઠન જૈશનું નામ હટાવવામાં આવે. સુરક્ષા પરિષદે આ ઘટના માટે આતંકીઓ, ષડયંત્રકર્તાઓ અને તેમને ફંડ આપનારાઓને આ નિંદનીય કૃત્ય માટે જવાબદાર ગણાવ્યા છે.સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે જણાવ્યું હતું કે હુમલા માટે દોષિત લોકોને ન્યાયના કઠેરામાં લાવવા અનિવાર્ય છે.
આ પરિષદે પોતાના નિવદેનમાં પાકિસ્તાનના આતંકી સમૂહ જૈશ-એ-મોહમ્મદનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ પરિષદમાં ચીન વીટો ક્ષમતા ધરાવે છે.યુએનએસસી દ્વારા જાહેર કરવામાં આવેલા એક પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, સુરક્ષા પરિષદના સભ્યો ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીરમાં જઘન્ય અને કાયરતા દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલાની કડક રીતે નિંદા કરે છે જેમાં ભારતના સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા અને આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ભારતમાં આટલા મોટા હુમલો કરાવ્યો હોવાની જવાબદારી જૈશ સ્વીકારી ચૂક્યું હોવા છતાં ચીન તેના આકા મસૂદ અઝહરને આતંકવાદી માનવાનો ઇન્કાર કરે છે.

Related posts

ભારતે ૭૨ દેશોને રસીના ૫.૯૪ કરોડ ડોઝ મોકલ્યા : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી

editor

ट्रंप ने चीन को चेताया, US के साथ व्यापार करार के लिए इंतजार ना करे

aapnugujarat

भारत-US के बीच अगले हफ्ते होगी 2+2 वार्ता : ऑर्टागस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1