Aapnu Gujarat
રમતગમત

હવે સહન નથી થતું, પાકિસ્તાન સામે યુદ્ધ જ એક માત્ર ઉપાયઃ યુજર્વેંદ્ર ચહલ

ટીમ ઇન્ડિયાના સ્ટાર સ્પિનર યુજર્વેંદ્ર ચહલએ પુલવામા અટેક બાદ પાકિસ્તાન સાથે આર-પારની લડાઇની વાત કહી છે. એક મીડિયા ગ્રુપને આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે ક્રોસ બોર્ડર આતંકવાદમાં દર કેટલાક દિવસોમાં આપણા જવાનો શહીદ થઇ રહ્યા છે. હવે આર-પારની લડાઇનો સમય છે. વર્લ્ડકપમાં પાકિસ્તાન સાથે મેચ રમવાને લઇ તેને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું, તેનો નિર્ણય તો સરકાર અને બીસીસીઆઇ જ કરી શકે છે.
પુલવામા અટેકમાં શહીદ જવાનોની મદદ માટે દેશ એકજુટ થઇ રહ્યો છે. આવી ક્ષણોમાં ચહલે કહ્યું,’વર્લ્ડકપમાં પાકિસ્તાન સાથે મેચ રમવી છે કે નહી, તેનો નિર્ણય અમે લઇ શકીએ નહી. કોઇ એક કે બે ખેલાડીઓ આ વિશે નિર્ણય લઇ શકે નહી. આ અંગે સરકાર અને બીસીસીઆઇએ જ નિર્ણય લેવાનો રહેશે. જ્યાં સુધી આતંકને પ્રોત્સાહન આપવા સુધીની વાત છે તો હવે સમય આવી ગયો છે કે, આતંકના આકાઓ વિરૂદ્ધ હવે સખત પગલા લેવામાં આવે.’
૨૮ વર્ષીય આ લેગ સ્પિનરે કહ્યું કે, હવે ભારતનાં સંયમની ખુબ પરિક્ષા થઇ ગઇ અને એક જ વારમા તમામ વસ્તુનું નિરાકરણ આવી જવું જોઇએ. તેણે કહ્યું,’હવે આ બધું એક જ વારમાં ફાઇનલ થઇ જવું જોઇએ અને હંમેશા માટે થવું જોઇએ. અમે આપણે વધુ સહન કરી શકીએ તેમ નથી. દર ત્રણ મહિને આપણે સાંભળીએ છીએ કે, સીમા પારથી આતંકવાદી હુમલામાં આપણા જવાનો શહીદ થઇ ગયા.’

Related posts

સમલૈંગિક સંબંધોનો ખુલાસો કરનાર દુતી ચંદે બહેન પર લગાવ્યા સનસનીખેજ આરોપ

aapnugujarat

श्रीलंका के खिलाफ टेस्ट सीरिज के लिए टीम का ऐलान

aapnugujarat

क्रिकेट के मैदान पर जो हम देखते हैं, कोहली वो नहीं : जम्पा

editor

Leave a Comment

UA-96247877-1