Aapnu Gujarat
રમતગમત

ટેનિસ રેંકિંગ : સેરેના માતા બન્યા બાદ પ્રથમવાર ટોપ-૧૦માં

(અમેરિકી ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ વિશ્વ ટેનિસ રેંકિંગમાં ટોપ-૧૦માં સામેલ થઈ ગઈ છે. તે ૧૭ મહિના બાદ આમ કરવામાં સફળ રહી છે. સેરેના સપ્ટેમ્બર ૨૦૧૭માં માં બની હતી. ત્યારબાદ તે ક્યારેય ટોપ-૧૦માં જગ્યા બનાવી શકી નથી. ઓસ્ટ્રેલિયન ઓપન શરૂ થયા પહેલા સેરેના ૧૬માં સ્થાને હતી. અંતિમ-૮માં પહોંચવા પર તેને પાંચ સ્થાનનો ફાયદો થયો છે. ત્યારે તે ૧૧માં સ્થાને પહોંચી ગઈ હતી. હવે તે એક સ્થાન આગળ વધીને ૧૦માં સ્થાને પહોંચી ગઈ છે.
પૂર્વ વર્લ્ડ નંબર-૧ રોમાનિયાની સિમોના હાલેપ બીજા સ્થાને પહોંચી ગઈ છે, ઓસ્ટ્રેલિયન ઓપનથી તે બીજા સ્થાન પર હતી, પરંતુ પ્રી-ક્વાર્ટરમાં તેણે સેરેનાને પરાજય આપ્યો હતો.
ટૂર્નામેન્ટ બાદ હાલેપ ત્રીજા સ્થાને પહોંચી ગઈ હતી. ૨૩ વખત ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન સેરેના છેલ્લે ઓસ્ટ્રેલિયન ઓપનમાં બે વર્ષ પહેલા ૨૦૧૭માં વિજેતા બની હતી. ત્યારબાદ તે પ્રેગનેન્સીને કારણે રમતથી દૂર હતી. તે વર્ષે સપ્ટેમ્બરમાં તેણે પુત્રી ઓલંપિયાને જન્મ આપ્યો હતો. માર્ચ ૨૦૧૮માં સેરેનાએ પ્રોફેશનલ્સ ટેનિસમાં વાપસી કરી હતી.
તેણે આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ક્વાર્ટર ફાઇનલમાં હાર બાદ કોઈ મેચ રમી નથી. સેરેના અત્યાર સુધી ૭ ઓસ્ટ્રેલિયન ઓપન, ૩ ફ્રેન્ચ ઓપન, ૭ વિમ્બલ્ડન અને ૮ વખત યૂએસ ઓપન જીતી ચુકી છે. રેન્કિંગમાં જાપાનની નાઓમી ઓસાકા પ્રથમ સ્થાન પર યથાવત છે. હાલેપ બાદ અમેરિકાની સ્લોન સ્ટીફન્સ ત્રીજા સ્થાન પર પહોંચી ગઈ છે. ચેક ગણરાજ્યની પેટ્રા ક્વિતોવા ચોથા અને ૫માં સ્થાન પર તેના દેશની પ્લિસ્કોવા છે.

Related posts

पाकिस्तान के 6 क्रिकेटर हुए Covid 19

editor

बांग्लादेश के खिलाफ वनडे सीरीज के लिए श्रीलंका टीम का ऐलान

aapnugujarat

ટીમ ઇન્ડીયાનું ટી૨૦ વર્લ્ડકપ જીતવાનું સપનું તોડી શકે

editor

Leave a Comment

UA-96247877-1