Aapnu Gujarat
બ્લોગ

૨૦૧૭નાં વર્ષમાં ભારતમાં ૧૨.૫% લોકોનાં મોત હવાનાં પ્રદૂષણને થયાં

દેશમાં કેટલી હદે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે કે હવે લોકો પોતાના જીવ ગુમાવવા લાગ્યા છે. એક આંકડા મુજબ, ૨૦૧૭નાં વર્ષમાં ૧૨.૫ % લોકો હવાનાં પ્રદૂષણને કારણે મૃત્યુ પામ્યા હતા. ૨૦૧૭નાં સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાર્નમેન્ટ સંસ્થાનાં અહેવાલ મુજબ, દેશમાં ચોથા નંબરનું સૌથી પ્રદૂષિત શહેર કોલકાતા છે.
હવાનાં પ્રદૂષણને કારણે સૌથી વધારે મૃત્યુ ઉત્તર પ્રદેશમાં થયા છે. ઉત્તર પ્રદેશમાં ૨,૬૦, ૦૨૮ લોકો હવાનાં પ્રદૂષણને કારણે મૃત્યુ પામ્યા હતા. મહારાષ્ટ્ર બીજા નંબરે આવે છે કે જ્યાં ૧,૦૮૦૩૮ લોકો હવાનાં પ્રદૂષણને કારણે મૃત્યુ પામ્યા હતા. બિહાર ત્રીજા ક્રમે આવે છે. બિહારમાં ૯૬,૯૬૭ લોકો પ્રદૂષણને કારણે મોતને ભેટ્યા હતા. ૨૦૧૭માં આ અહેવાલ રાજસ્થાનમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ અહેવાલનાં આંકડાઓ ખરેખર ચિંતાજનક છે. સમગ્ર દેશમાં હવાનું પ્રદુષણ વધી રહ્યું છે. લોકો મોતને ભેટી રહ્યાં છે.
મહત્વની વાત છે કે, પશ્ચિમ બંગાળમાં ડોક્ટરો હજુ એ માનવા તૈયાર નથી કે, લોકોને જે લંગનાં પ્રશ્નો થાય છે તેના માટે હવાનું પ્રદૂષણ જવાબદાર છે પણ શ્વાસોશ્વાસને લગતા દર્દોમાં કોલકાતામાં વધારો જોવા મળ્યો છે. શ્વાસની તકલીફ લોકોમાં વધી રહી છે અને આ રોગો હવાનાં પ્રદૂષણ કારણે જ થાય છે.
૬૫ વર્ષનાં સુઇલી ચક્રોબર્તી ઉત્તર બંગાળનાં રહેવાસી છે. તેમને શ્વાસની બિમારી છે. કોલકાતાની આસપાસ વધેલા હવાનાં પ્રદુષણને કારણે તેમને ખુબ જ તકલીફ પડે છે. જ્યારે જ્યારે હવાનાં પ્રદૂષણમાં વધારો થાય ત્યારે તેમને ખુબ જ તકલીફ પડે છે. છેલ્લા થોડા વર્ષોમાં બંગાળમાં ઉદ્યોગો વધી રહ્યા છે અને સાથે સાથે પ્રદૂષણ પણ વધી રહ્યું છે. લોકો કચરાને સળગાવે છે તેનાથી પણ મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાય છે અને લોકોનાં આરોગ્ય સામે જોખમ ઊભુ થઇ રહ્યું છે.

Related posts

સેનાનો જય, રાજદ્વારી નીતિનો વિજય

aapnugujarat

૪૦ વર્ષની વય બાદથી ખાવા પીવાની ટેવ બદલવાની જરૂર

aapnugujarat

ટ્રીપલ તલાક બિલ : ભાજપની લાંબાગાળાની વ્યુહરચના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1