Aapnu Gujarat
રમતગમત

ઓસ્ટ્રેલિયન સિરિઝ માટે ૧૫મીએ ટીમ ઈન્ડિયાની પસંદગી

ઓસ્ટ્રેલિયા સામે રમાનારી શ્રેણી માટે ભારતીય ટીમની પસંદગી ૧૫મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવનાર છે. ટીમમાં કોઇ નવા ખેલાડીઓની એન્ટ્રી થશે કે કેમ તેને લઇને હાલમાં ભારે સસ્પેન્સની સ્થિતી રહેલી છે. વર્લ્ડ કપ ભારત હવે તેની છેલ્લી શ્રેણી ઘરઆંગણે રમનાર છે. ઓસ્ટ્રેલિયાની સામે ભારતીય ટીમ વનડે શ્રેણી રમનાર છે. આ શ્રેણી માટે ભારતીય ટીમની પસંદગી શુક્રવારના દિવસે કરવામાં આવનાર છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે બે ટ્‌વેન્ટી મેચો અને પાંચ વનડે મેચો રમનાર છે. આ શ્રેણી ૩૦મી મેથી શરૂ થનાર વર્લ્ડ કપ પહેલા છેલ્લી શ્રેણી છે. આ શ્રેણી બાદ ભારતીય ટીમ આઇપીએલમાં રમનાર છે. પસંદગી સમિતિ આ સિરિઝમાં ટીમના સિનિયર ખેલાડીઓને આરામ આપી શકે છે. સાથે સાથે એ બાબતનુ પણ ધ્યાન રાખશે કે તે એ રીતે ટીમની પસંદગી ન કરે જેના કારણે હાલમાં ઓસ્ટ્રેલિયાને લાભ થઇ શકે. આવી સ્થિતીમાં પસંદગીકારો સામે કેટલાક પડકારો રહેલા છે. યોગ્ય સંતુલન જાળવી રાખવા માટેના ટીમની પસંદગીકારો સામે પડકારો રહેશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના સુત્રોએ કહ્યુ છે કે સિનિયર ખેલાડીઓના વર્કલોડને ઘટાડી દેવાના મામલે ચર્ચા કરવામા ંઆવનાર છે. ભારતીય ટીમ સતત રમત રમી રહી છે. ખેલાડીઓને જરૂરી સમય સાચવીને આરામ આપવામાં આવનાર છે. ભારતીય ટીમે સતત વિદેશમાં મેચો રમી છે. હાલમાં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી મેચોમાં વિરાટ કોહલીને આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે રોહિત શર્માને પણ કેટલીક મેચો માટે આરામ આપવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયન ટીમ ભારત પર પ્રભુત્વ ન મેળવી લે તેના પર ધ્યાન આપવામાં આવનાર છે. ભારતીય ટીમે હાલમાં ઓસ્ટ્રેલિયાની જમીન પર ૭૦ વર્ષના લાંબા ગાળા બાદ ટેસ્ટ શ્રેણી જીતી લેવામાં સફળતા મેળવી હતી. દ્ધિપક્ષીય વનડે શ્રેણી પણ જીતી હતી. ભારતીય ટીમે ત્યારબાદ ન્યુઝીલેન્ડમાં પણ વન ડે શ્રેણી જીતી લેવામાં સફળતા મેળવી હતી. ટીમના કોચ રવિ શાસ્ત્રી પહેલા જ કહી ચુક્યા છે કે આઇપીએલની મેચો દરમિયાન ખેલાડીઓના દેખાવ પર નજર રાખવામાં આવનાર છે.
વર્લ્ડ કપમાં મુખ્ય રીતે હાલની સ્થિતીને જોતા ભારતીય ટીમ ફેવરીટ દેખાઇ રહી છે. ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં નહીં રમનાર જસપ્રિત બુમરાહની વાપસી નિશ્ચિત દેખાઈ રહી છે. રવિ શાસ્ત્રીએ હાલમાં જ કહ્યું હતું કે, આ મામલાને લઇને બીસીસીઆઈ અને સીઓએથી અમે સંપર્કમાં છીએ. અમારી પાસે કેટલીક નીતિઓ છે. અમે આ નીતિઓને પાળવા માટે ઇચ્છુક છીએ.

Related posts

અઝહરૂદ્દીને વિરાટ કોહલીને બ્રેક લેવા સલાહ આપી

aapnugujarat

स्मिथ को आउट करने के लिए सही जगह पर गेंद को रखना होगा : मिसबाह

aapnugujarat

रंगभेद के आरोपों पर डैरेन सैमी का यू टर्न, कहा – खिलाड़ियों ने प्यार से कहा था कालू

editor

Leave a Comment

UA-96247877-1