Aapnu Gujarat
રમતગમત

અઝહરૂદ્દીને વિરાટ કોહલીને બ્રેક લેવા સલાહ આપી

છેલ્લા થોડા વર્ષોથી વિરાટ કોહલી માટે સમય ખુબ જ કપરો ચાલી રહ્યો છે. વિશ્વના આક્રમક બેટ્‌સમેનમાંથી એક ગણાતાં વિરાટ કોહલીનું બેટ છેલ્લા ત્રણ વર્ષોથી લગભગ શાંત થઈ ગયું છે. શનિવારે હૈદરાબાદ સામેની મેચમાં પણ કોહલીનું ખુબ જ નિરાશાજનક પ્રદર્શન જાેવા મળ્યું હતું. તે ગોલ્ડન ડકનો શિકાર બનતાં શૂન્ય રન પર પેવેલિયન પરત ફર્યો હતો. જાે કે, સતત બીજી વખત વિરાટ કોહલી ૦ રન પર આઉટ થતાં તેની ટીકાઓ થવા લાગી હતી. પણ આ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને વિરાટ કોહલીને મેચમાંથી બ્રેક લેવાની સલાહ આપી છે.
અઝહરુદ્દીનને લાગે છે કે, વિરાટ કોહલીએ ઘણું ક્રિકેટ રમી લીધું છે. અઝહરુદ્દીનને લાગે છે કે, વિરાટ કોહલીને પોતાને ફ્રેશ રાખવા માટે ૨-૩ મેચોનો બ્રેક લેવો જાેઈએ.
બ્રેકને કારણે તે અસફળતાઓ વિશે નહીં વિચારે અને સકારાત્મક ક્રિકેટ રમી શકશે. અઝહરુદ્દીને કહ્યું કે, હકીકતમાં મને લાગે છે કે તેણે ઘણું ક્રિકેટ રમી લીધું છે. હું જાણું છું કે અનેક લોકોનું કહેવું છે કે, તેણે ઈન્ટરનેશનલ મેચોમાં પૂરતો બ્રેક લીધો છે. પણ તમે સતત આઈપીએલ રમશો તો અસર પડશે.
મને લાગે છે કે, તેનું ફૂટવર્ક ઘણું ધીમું થઈ ગયું છે. એક ખેલાડી કે વ્યક્તિ તરીકે હું જ્યારે તેને મતો જાેઉં છું તો, મને લાગે છે કે તેને ૨-૩ મેચોનો બ્રેક લેવો જાેઈએ અને પોતાને ફ્રેશ રાખવો જાેઈએ.
એક ઈન્ટરવ્યૂમાં અઝહરે કહ્યું કે, જાે કોઈ ખેલાડી રન બનાવતો નથી, તો તેના પર આગામી મેચમાં રન બનાવવાનું પ્રેશર હોય છે. અને જાે તે સતત અસફળ રહે છે તો ચક્ર ચાલતું રહે છે. વિરાટ કોહલીની ક્ષમતાઓ પર કોઈ શંકા નથી, પણ દરેક ખેલાડીને પોતાના કરિયર દરમિયાન બ્રેકની જરૂર હોય છે. જ્યારે તમે બે-ત્રણ મેચો માટે બ્રેક લો છો, ત્યારે તમારું દિમાગ ફ્રેશ તઈ જાય છે. તમે આરામથી બેસીને ટીમની સાથે એન્જાેય કરો છો. હૈદરાબાદ સામેની મેચમાં વિરાટના ગોલ્ડન ડક પર આઉટ થવા અંગે અઝહરે કહ્યું કે, વિરાટ ખુબ જ સારો ખેલાડી છે, પણ તેનો ફ્રન્ટ ફૂટ આગળ આવ્યો ન હતો અને જ્યારે બોલ સ્વિંગ થઈ રહ્યો હોય તો તમારા માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે.

Related posts

भारत के खिलाफ इंग्लैंड ने टी20 टीम का किया ऐलान

editor

પીવી સિંધુની શાનદાર શરૂઆત, પ્રથમ મેચમાં ૨૧-૯થી જીત્યો મુકાબલો

editor

Lasith Malinga सर्वश्रेष्ठ यॉर्कर गेंदबाज : बुमराह

editor

Leave a Comment

UA-96247877-1