Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

બેંકિંગ, એફએમસીજી શેરમાં વેચવાલી : સેંસેક્સમાં ઘટાડો

શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે ઇન્ડેક્સ ૦.૫ ટકા ઘટીને બંધ રહ્યો હતો. બેંકિંગ અને ફાસ્ટ મુવિંગ કન્ઝ્‌યુમર ગુડ્‌ઝના શેરમાં વેચવાલી જોવા મળી હતી. સેંસેક્સ આજે ૨૪૧ પોઇન્ટ ઘટીને ૩૬૧૫૪ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૫૭ પોઇન્ટ ઘટીને ૧૦૭૩૧ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સૌથી વધુ ૧૭૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. બેંક ઓફ ઇન્ડિયા અને યુનિયન બેંકના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સમાં ૧.૦૯ ટકાનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં મિડકેપ ઇન્ડેક્સ ૯ પોઇન્ટ ઘટીને બંધ રહ્યો હતો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ૧૩૩૯૨ની નીચી સપાટીએ રહ્યો હતો. સ્મોલકેપ ઇન્ડેક્સ બાવન સપ્તાહની નીચી સપાટીએ ઇન્ટ્રાડે દરમિયાન પહોંચ્યો હતો.
ત્રિમાસિક ગાળાના આંકડા જારી કરવામાં આવ્યા બાદ આજે ફર્ટિલાઇઝર, ગ્રેફાઇટ, પેપર અન્ય શેરમાં જોરદાર કડાકો બોલાઈ ગયો હતો. ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સના શેરમાં ૧૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. કંપનીના નેટ નફામાં હાલમાં ૨૭ ટકાનો ઘટાડો રહ્યો હતો. ગઇકાલે સોમવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૧૫૧ પોઇન્ટ ઘટીને ૩૬૩૯૫ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૫૫ પોઇન્ટ ઘટીને ૧૦૮૮૯ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૧.૧૯ ટકાનો ઘટાડો રહ્યો હતો.વર્તમાન એનડીએ સરકારનું અંતિમ સંસદ સત્ર બુધવારના દિવસે પૂર્ણ થઈ રહ્યું છે. ખેડુતો માટે અને મધ્યમ વર્ગ માટે કેટલીક જાહેરાતો થઈ ચુકી છે.
સામાન્ય ચુંટણી નજીક છે ત્યારે હજુ પણ વધારાની લોકપ્રિય જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી શકે છે. રિટેલ ફુગાવા અને હોલસેલ ફુગાવાના આંકડા પણ બજારની દિશા નક્કી કરશે. આની જાહેરાત પણ હવે થનાર છે. માસિક ડબલ્યુપીઆઈ ફુગાવાનો આંકડો ડિસેમ્બર મહિનામાં ૩.૮૦ ટકા રહ્યો હતો જે નવેમ્બરમાં ૪.૬૪ ટકા હતો. ફુગાવાના આંકડા હવે જારી થનાર છે. જાન્યુઆરી મહિના માટેના આંકડા પણ આવા જ આશાસ્પદ રહી શકે છે. આરબીઆઈએ હાલમાં જ રેપોરેટમાં ૨૫ બેઝીક પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં વિદેશી મૂડીરોકાણકારોએ ઊંચા આર્થિક વિકાસ દરની અપેક્ષા વચ્ચે છેલ્લા છ કારોબારી સેશનમાં ભારતીય ઈક્વિટી માર્કેટમાં ૫૩૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા જાન્યુઆરી મહિનામાં ૫૨૬૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લધા બાદ નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન શેરબજારમાં ૫૮૮૪ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. નવેસરના આંકડા મુજબ એફપીઆઈએ ૧-૮ ફેબ્રઆરી દરમિયાન ઈક્વિટીમાં ૫૨૭૩ કરોડ રૂપિયા ઠાલવ્યા છે. જ્યારે તેઓએ ડેપ્થ માર્કેટમાંથી ૨૭૯૫ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૮ના ગાળા દરમિયાન મૂડી માર્કેટ ઇક્વિટી અને ડેબ્ટમાં ૧૭૦૦૦ કરોડ રૂપિયા ઠલવાયા છે.

Related posts

રાજીવ ગાંધીની પૂણ્યતિથિએ મોટી સિદ્ધિઓની યાદ તાજી

aapnugujarat

PM Modi paid tribute to Syama Prasad Mukherjee on his 118th birth anniversary

aapnugujarat

ચૂંટણી વખતે મોદી ’ચાયવાલા’ બની જાય છે, પછી મોદી ’રાફેલવાલા’ બને છે : મમતા બેનર્જી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1