Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉત્તર પ્રદેશઃ મુઝફ્ફરનગરમાં બે દિવસમાં ૧૦૦ ગાયોના મોત

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં અસંખ્ય ગાયોની મોતનો ખુલાસો થયો છે. જિલ્લામાં વિતેલા બે દિવસ દરમિયાન ૧૦૦થી વધારે ગાયોના મોત થયા છે. જેના કારણે રાજ્ય પ્રશાસનની ઊંઘ હરામ થઇ ગઇ છે.
સરકાર ગાયોના મોત પાછળનું કારણ જાણી શકી નથી, પરંતુ ટૂંક જ સમયમાં મોટી સંખ્યામાં ગાયોના મોત થવાથી સમગ્ર વિસ્તારમાં ભારે હંગામો થવા પામ્યો છે. સરકારી અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ગંભીર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે અને જલ્દીથી તેના પર અંકુશ મેળવી લેવાશે. એસડીએમ વિજય કુમાર મુજબ બધી જ ગાયોના મોત ગોચર વિસ્તારમાં થઇ છે એટલે સંભવિત કારણ હોઇ શકે કે, ગાયોએ ઝેરી ઘાસ કે પ્રદૂષિત પાણીનું સેવન કર્યું હોય.
પ્રશાસન તરફથી રાજ્યસ્તરે તપાસ ટીમ તૈયાર કરવામાં આવી છે, જેમાં પશુ ચિકિત્સકો પણ સામેલ છે. અસરગ્રસ્ત વિસ્તારના અવલોકન પછી ગાયોના મોતનું કારણ જાણી શકાશે. મૃત્યુ પામેલ ગાયોને ગોસેવા કેન્દ્રથી ગોચર વિસ્તારમાં લાવવામાં આવી હતી.ગત વર્ષે એક સામાજિક સંગઠનના રિપોર્ટમાં ખુલાસો કરાયો હતો કે, રાજધાની લખનૌમાં પ્રતિ વર્ષ એક હજાર ગાયો પ્લાસ્ટિક ખાવાથી મરી ગઇ હતી. જેમાં મોટાભાગના મામલાઓમાં મલ્ટિપલ ઓર્ગેન ફેલ થઇ ગયા હતા.
શેલ્ટર હોમ જીવ આશ્રયના સચિવ યતેન્દ્ર તિવારી મુજબ પ્રતિ માસ લગભગ ૫૦ ગાયોના મોત થાય છે. આ ગાયોના પોસ્ટમોર્ટ દરમિયાન તેમના પેટમાંથી ૫૫-૬૦ કિલો પ્લાસ્ટિકના ગોળા મળી આવે છે. આ ગાયોમાં નાની ઉમરની ગાયોનું પ્રમાણ પણ વધારે નોંધવામાં આવ્યું હતું.

Related posts

सभी अटकलों का अंत, सुशील मोदी बोले – चुनाव नीतीश कुमार के नेतृत्व में ही लड़ा जाएगा

aapnugujarat

બ્રહ્મોસ એર લોન્ચ મિસાઇલની એક્સટેન્ડેડ રેન્જનું સફળ પરીક્ષણ

aapnugujarat

हमसे जलती है BJP: आदित्य

aapnugujarat

Leave a Comment

UA-96247877-1