Aapnu Gujarat
રાષ્ટ્રીય

બ્રહ્મોસ એર લોન્ચ મિસાઇલની એક્સટેન્ડેડ રેન્જનું સફળ પરીક્ષણ

ભારતે બ્રહ્મોસ એર લોન્ચ મિસાઈલન નવા વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું છે. આ બ્રહ્મોસ મિસાઈલને સુખોઈ-૩૦ એમકેઆઈ યુદ્ધ વિમાન પરથી લોન્ચ કરવામાં આવી હતી. વિમાન પરથી મિસાઈલનું પ્રક્ષેપણ યોજના મુજબ જ રહ્યું. મિસાઈલે બંગાળની ખાડીમાં પોતાના ટાર્ગેટ પર સીધો પ્રહાર કર્યો.
આ સાથે જ ભારતીય વાયુસેનાએ ઘણા લાંબા અંતર સુધી જમીન કે સમુદ્રમાં ટાર્ગેટ પર સુખોઈ વિમાન પરથી નક્કર હુમલો કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી છે.ભારતીય વાયુસેના, ભારતીય નેવી, ડીઆરડીઓ, બીએપીએલ અને હિન્દુસ્તાન એરોનોટિકલના સંયુક્ત પ્રયાસોથી આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે. સુખોઈ વિમાનના હાઈ પર્ફોમન્સની સાથે એર લોન્ચ બ્રહ્મોસ મિસાઈલનું લાંબા અંતરની ક્ષમતાએ ભારતીય વાયુસેનાને રણનૈતિક રીતે લીડ અપાવી છે.

Related posts

हरियाणा के मंत्री अनिल विज  ने राहुल की तुलना निपाह वायरस से की

aapnugujarat

ઘાસચારા કાંડ : ચોથા કેસમાં લાલુને ૧૪ વર્ષની સજા

aapnugujarat

प्रधानमंत्री मोदी पर विवादित टिप्पणी के मामले में मणिशंकर को क्लीन चिट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1