Aapnu Gujarat
ગુજરાત

પાટીદારોની ચીમકી, માંગ પુરી ન કરાતા હવે ગાંધી આશ્રમ અને સીએમ નિવાસ બહાર ધરણાં કરીશું

પાટીદારો ફરી પોતાની માંગને લઈ ઉગ્ર બન્યા છે. એસપીજી અને પાસના આગેવાનોએ સરકારને ચીમકી આપી છે કે, અમારી માંગ સ્વીકારવામાં ન આવતા પાસ અને એસપીજીના સંયુક્ત કાર્યકરો પાટીદાર પરીવાર સાથે ગાંધી આશ્રમ અને સીએમ નિવાસ બહાર ધરણા કરશે.પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર ખાતે આજે પાસ અને એસપીજી આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જેમાં પાટીદાર નેતાઓ જાહેરાત કરી કે, પાટીદાર સમાજની માંગ અમે સરકાર સમક્ષ મુકી પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની માંગ સંતોષકારક સ્વીકારવામાં આવી નથી જેથી ૧૮ ફેબ્રુઆરીએ ગાંધી આશ્રમ અને ૨૫ ફેબ્રુઆરીએ સીએમ નિવાસ બહાર ધરણા કરવામાં આવશે.
આ સમયે એસપીજી પ્રવક્તા પૂર્વિન પટેલે જણાવ્યું કે, પાટીદાર સમાજ માટે અમે લડી રહ્યા છીએ, સમાજ માટે એસપીજી અને પાસ બંને એક થઈ લડાઈ લડીશું. વારંવાર સરકાર સમક્ષ સમાજ માટે જે માંગ કરવામાં આવી તે હજુ સુધી સંતોષકારક સ્વીકારવામાં આવી નથી. જેથી અમે હવે ગાંધી માર્ગે ગાંધી આશ્રમ અને સીએમ નિવાસ બહાર ધરણા કાર્યક્રમ કરીશું.તેમણે સરકારને ચીમકી આપતા કહ્યું કે, જો અમારી ધરપકડ કરવામાં આવશે તો, સુરતની જેમ સરકારના કાર્યક્રમનો વિરોધ કરીશું. અમને ૨૦૯ જેટલા પરિવારોનું સમર્થન છે. પાટીદાર સમાજની માંગો જ્યાં સુધી સંતોષવામાં નહી આવે ત્યાં સુધી અમારૂ આંદોલન ચાલુ રહેશે.

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે એક્વાપોઈન્ટ સંસ્થાએ પાણીના એટીએમ મૂક્યાં

aapnugujarat

ભરૂચ કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે જિલ્લા ક્‍ક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો

aapnugujarat

सरखेज में कक्षा-१२ की विद्यार्थीनी के साथ बलात्कार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1