Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેરળનાં કન્નૂર મંદિરમાં દલિતોના પ્રવેશ પર પ્રતિબંધ

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર સીપીએમ સહિત અન્ય વામપંથી પાર્ટીઓ કોર્ટના નિર્ણય પર સહમતિ દર્શાવતી રહી છે. બીજી તરફ કન્નૂરના એક મંદિરમાં વાર્ષિક ઉત્સવ કાર્યક્રમથી ૪૦૦ દલિત પરિવારોને દૂર રાખવામાં આવ્યા. મંદિરના વ્યવસ્થાપક સીપીએમની વિચારધારા સાથે જોડાયેલા લોકોના હાથમાં છે. મહિલાઓના પ્રવેશને વિશે કેરળની સીપીએમ સરકારે ભલે પ્રગતિશીલ જોવાનો પ્રયત્ન કર્યો હોય, પરંતુ આ સ્થિતિ તમામ સ્થિતિઓ પર લાગુ થઈ શકે નહીં.
એક મશહૂર મંદિરની સંભાળ સીપીએમ પાર્ટી તરફથી કરવામાં આવે છે, પરંતુ એમાં દલિતોની એન્ટ્રી પર પ્રતિબંધ છે.સીપીએમની વિચારધારા સાથે જોડાયેલા મંદિર પ્રબંધકોએ દલિતોને વાર્ષિક ઉત્સવથી દૂર રાખ્યા છે. આ સમયે પંપાડી ઉત્સવ ચાલી રહ્યો છે અને આલિનકીઝિલ મંદિરમાં દલિતોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. આ ઉત્સવમાં પરંપરા તરીકે દેવીની તલવારને ઘરે લઈને જાય છે. માનવામાં આવે છે કે આનાથી તમામ તામસિક શક્તિઓનો સંહાર કરી શકાય છે.

Related posts

नेशनल हेराल्ड केस : कोर्ट ने मामले की सुनवाई 21 अक्तूबर तक टाली

aapnugujarat

રાહુલ ગાંધીના નિવેદન પર જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપી પ્રતિક્રિયા

editor

અટલ આત્મા પરમાત્મામાં વિલિન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1