Aapnu Gujarat
ગુજરાત

વસ્ત્રાલની વિનાયક સોસાયટીનાં રહીશો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર, ‘રોડ નહીં તો વોટ નહીં’

લોકસભાની ચૂંટણી આવવાનાં આડે હવે થોડા દિવસો બાકી છે ત્યારે રાજકારણ તો ગરમાયું જ છે સાથે સાથે લોકો પણ પોતાની માંગણીઓ સંતોષાય તેનો પ્રયાસ કરી રહ્યાં છે. અમદાવાદનાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી વિનયપાર્ક સોસાયટીએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. તેમણે પોસ્ટર લગાવ્યું છે અને તેમાં લખ્યું છે કે જો રોડ. સુવિધાઓ નહીં તો વોટ નહીં.
આ મામલે મળતી માહિતી પ્રમાણે વસ્ત્રાલની વિનયપાર્ક સોસાયટીની બહાર મોટું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. જેમાં સોસાયટીમાં રહેતા રહીશો ચૂંટણીનો બહિષ્કાર કરશે તેમ લખવામાં આવ્યું છે. અહીંનાં રહીશોમાં પ્રાથમિક સુવિધા નથી મળી રહી તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. તેઓ કહી રહ્યાં છે કે અમે કેટકેટલી રજૂવાત કર્યા છતાંપણ અમારી માંગો સંતોષાતી નથી.
ગેટની બહાર લગાવેલા પોસ્ટર્સમાં લખવામાં આવ્યું છે કે, ’આવતી લોકલભા ચૂંટણીમાં શ્રી વિનાયક પાર્કનાં તમામ મતદાર ભાઇઓ અને બહેનો ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કારણ કે વિનાયક પાર્કમાં રોડ, પાણી, ગટર, સફાઇ અને અન્ય સુવિધાઓથી વંતિત છીએ. તો કોઇપણ પક્ષનાં નેતા કે ઉમેદવાર કે અન્ય કોઇ અગ્રણી કે કાર્યકર્તાને વિનાયક પાર્કમાં પ્રવેશ કરવો નહીં તેની ખાસ નોંધ લેવી. રોડ નહીં તો વોટ નહીં.’

Related posts

દિવાળીના તહેવારોને લઈ વધારાની એસટી બસો દોડાવવાની માંગ

editor

મિશેલનું પ્રત્યાર્પણ ભ્રષ્ટાચાર સામેની લડાઈનો એક ભાગ : જીતુ વાઘાણી

aapnugujarat

तक्षशिला अग्निकांड में डीजीवीसीएल, मनपा और फायर की लापरवाही : सूरत पुलिस कमिशनर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1