Aapnu Gujarat
મનોરંજન

હું પઝેસિવ ગર્લફ્રેન્ડ નથીઃ આલિયા

મોખરાની અભિનેત્રી આલિયા ભટ્ટે કહ્યું હતું કે હું પઝેસિવ ગર્લફ્રેન્ડ નથી. ફિલ્મમાં એવું પાત્ર કરવું પડે એ અલગ વાત છે. વાસ્તવ જીવનમાં હું એવી નથી. કૉફી વીથ કરણના એક એપિસોડમાં રજૂ થઇ ત્યારે આલિયા ભટ્ટના જનરલ નોલેજની જબરદસ્ત મજાક ઊડાવવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ હિટ ફિલ્મો આપી ચૂકેલી આલિયા સમયના વહેવા સાથે ખાસ્સી ઘડાઇ ચૂકી છે.
ઝોયા અખ્તરની ફિલ્મ ગલી બૉયમાં એને પઝેસિવ ગર્લફ્રેન્ડ તરીકે રજૂ કરાઇ છે. એ સંદર્ભમાં બોલતાં આલિયાએ કહ્યું કે વાસ્તવ જીવનમાં હું એવી ગર્લફ્રેન્ડ નથી.
ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગ દરમિયાન આલિયા અને ફિલ્મના હીરો રણબીર કપૂર વચ્ચે કૂણી લાગણી બંધાઇ હતી અને બંને પ્રેમમાં પડયાં હોવાનું જાહેર થયું હતું. આલિયા અને રણબીર કપૂરના ઢગલાબંધ ફોટોગ્રાફ્સ પણ સોશ્યલ મિડિયા પર શૅર થયા હતા. આલિયા અને રણબીર બંને એકબીજાને ઘેર પણ ગયાં હતાં અને બંનેનાં માતાપિતાએ આ સંબંધ અંગે સંમતિ પણ વ્યક્ત કરી હતી.
આમ છતાં આલિયા ભટ્ટે જરાય શબ્દો ચોર્યા વિના કહ્યું હતું કે હું ઇર્ષાળુ કે પઝેસિવ ગર્લફ્રેન્ડ નથીજ. કોઇ ફિલ્મમાં મારે પઝેસિવ ગર્લફ્રેન્ડનો રોલ કરવો પડે એ અલગ વાત છે. વાસ્તવ જીવનમાં હું એવી નથી. હું પ્રેક્ટિકલ વ્યક્તિ છું.

Related posts

હેટ સ્ટોરી-૪ માર્ચમાં રિલીઝ થશે

aapnugujarat

ફિલ્મ કૂલી નંબર 1 આવતા વર્ષે થશે રિલીઝ

editor

લગ્નની ભવિષ્યવાણી કરનારાં બધાં ખોટાં પડ્યાં : કરીના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1