Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ટેક્સ રિટર્ન દાખલ કરવા માટે આધાર-પાન લિન્ક ફરજિયાત : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું હતું કે, ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરતી વેળા આધાર-પાન લિંકિંગ ફરજિયાત રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આધાર સાથે પાનને લિંક કરવાની બાબત ઇન્કમ ટેક્સ દાખલ કરતી વેળા ફરજિયાત રહેશે. જસ્ટિસ એકે સિકરી અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની બનેલી બેંચે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે પહેલાથી જ આ મામલે નિર્ણય કર્યો હતો અને હવે ઇન્કમ ટેક્સ એક્ટની કલમ ૧૩૯ એએને જાળવી રાખવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે બે લોકો સામે આધાર અને પાન નંબર લિંક કર્યા વગર ૨૦૧૮-૧૯ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવાને મંજુરી આપ હતી. શ્રેયા સેન અને જયશ્રી સતપુતે દ્વારા દાખલ કરવામાં આવેલા રિટર્નને મંજુરી આપવામાં આવી હતી. આ લોકોએ આધાર અને પાન નંબર લિંક કર્યા વગર ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કર્યા હતા. હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને લઇને કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ સંદર્ભમાં કોર્ટે તમામ પાસાઓને વિચાર્યા હતા. કોર્ટે ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરનાર લોકોને રાહત આપી હતી પરંતુ હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર ચુકાદો આપતા કહ્યું છે કે, ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરતી વેળા આધાર-પાન નંબર લિંક કરવાની બાબત ફરજિયાત રહેશે. આધાર સાથે પાનને જોડવાની બાબત ફરજિયાત છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, મુલ્યાંકન વર્ષ ૨૦૧૮-૧૯ના સંદર્ભમાં એવી માહિતી મળી છે કે, હાઈકોર્ટના આદેશના અનુસંધાનમાં આ બે લોકોએ ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કર્યા હતા. મૂલ્યાંકનની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી પરંતુ હવે આધાર અને પાન નંબરને લિંક કરવાની બાબત ફરજિયાત છે. પાંચ જજની બેંચે કહ્યું હતું કે, આધાર આઈટી રિટર્ન દાખલ કરવા માટે ફરજિયાત રહેશે. સાથે સાથે પાનની ફાળવણી પણ બેંક ખાતામાં આધાર નંબર લિંક કરવા માટે ફરજિયાત રહેશે નહીં.

Related posts

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ નીતિશ વિપક્ષને ફટકો આપશે

aapnugujarat

મુંબઇ-દિલ્હી વચ્ચે રાજધાની દોડાવાશે ૧૩૦ કિ.મી.ની ઝડપે

aapnugujarat

ચંપારણમાં ઝેરી દારૂ પીવાથી ૧૬ લોકોના મોત

editor

Leave a Comment

UA-96247877-1