Aapnu Gujarat
બિઝનેસ

જાન્યુઆરીમાં સર્વિસ PMI ૩ મહિનાની નીચી સપાટી પર

જાન્યુઆરી મહિનામાં સર્વિસ પીએમઆઈનો આંકડો ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચીને ૫૨.૨ની નીચી સપાટીએ પહોંચી ગયો છે. ડિસેમ્બર મહિનામાં ૫૩.૨થી ઘટીને જાન્યુઆરી મહિનામાં સર્વિસ પીએમઆઈનો આંકડો ૫૨.૨ થઇ ગયો છે. પરંતુ બજારમાં ભરતીની પ્રક્રિયાને લઇને સ્થિતિ સાનુકુળ રહી છે. હાલમાં જ કરવામાં આવેલા ખાનગી સર્વેમાં પણ જણાવવામાં આવ્યું છે કે, માંગણી ઘટી હોવા છતાં ભરતીની પ્રક્રિયા કંપનીઓમાં ઝડપી બની રહી છે. ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે આ પ્રકારના આંકડા સરકારની ચિંતાને વધારી શકે છે. સર્વિસ માટે ડેટાને લઇને હાલમાં આર્થિક નિષ્ણાતોમાં ચર્ચા જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ મહિનાના ગાળામાં જ જુદી જુદી કંપનીઓએ સૌથી ઝડપથી તેમના સ્ટાફના સ્તરને વધારી દેતા નોકરીને લઇને નવી આસા જાગી છે. ચૂંટણી બાદ ચિત્ર વધારે સ્પષ્ટ થઇ શકે છે. બિઝનેસ કારોબારમાં સતત વધારો થઇ રહ્યો છે. મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિમાં પણ વધારો થઇ રહ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮માં અંતિમ ત્રિમાસિક ગાળામાં આર્થિક મંદીને લઇને પહેલાથી જ માનવામાં આવી રહ્યું છે. ભારતીય શ્રમ માર્કેટ માટે ખુબ સારા સમાચાર છે. કારણ કે, સર્વિસ પ્રોવાઇડર્સમાં નોકરીની તકો સાડા સાત વર્ષના ગાળામાં સૌથી ઝડપી રહી છે. ૨૦૧૯ની શરૂઆતમાં જોરદારરીતે ભરતીની પ્રક્રિયા આગળ વધી છે. કંપનીઓ નવા વર્કરોની ભરતી કરવા માટે ખુબ આશાવાદી દેખાઈ રહી છે. ભરતી શરૂ પણ થઇ ચુકી છે. દેશમાં બેરોજગારીની ઉંચી સપાટી હોવા છતાં ભરતી મોટાપાયે કરવામાં આવી રહી છે. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ પ્રવૃત્તિ બંનેમાં ડિસેમ્બરમાં ઇન્ડેક્સ ૫૩.૬ ટકા રહ્યો હતો.

Related posts

सिंगल यूज़ प्लास्टिक की लेकर बने भ्रम को दूर करे सरकार : कैट

aapnugujarat

यस बैंक के शुद्ध लाभ में कमी

editor

सेंसेक्स 418.38 अंक और निफ्टी 134.75 अंक की गिरावट के साथ हुआ बंध

aapnugujarat

Leave a Comment

UA-96247877-1