Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

૨૬/૧૧ હુમલામાં પાકિસ્તાન સેનાના બે અધિકારીઓ વિરૂદ્ધ વોરંટ, હેડલીના નિવેદન પર નિર્ણય

૨૬ નવેમ્બર ૨૦૦૮માં થયેલાં આતંકી હુમલાની સુનાવણીમાં મુંબઈની સેશન કોર્ટે પાકિસ્તાન સેનાના બે અધિકારીઓ વિરૂદ્ધ બિન જામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કર્યાં છે. કોર્ટે આ ચુકાદો લશ્કર-એ-તૈયબાના અમેરિકા મૂળના આતંકી ડેવિડ કોલમેન હેડલીના નિવેદન પર આપ્યું છે.
હેડલીનું કહેવું છે કે પાકિસ્તાન સેનાના મેજર અબ્દુલ રહમાન પાશા અને મેજર ઈકબાલે મુંબઈ હુમલાનું ષડયંત્ર રચ્યું હતું.અભિયોજન પક્ષનું કહેવું છે કે મેજર પાશા રિટાયર્ડ થઈ ગયો છે, જ્યારે કે મેજર ઈકબાલ હજુ પાકિસ્તાન ગુપ્તચર એજન્સીમાં તહેનાત છે. મામલાની સુનાવણી ૬ ફેબ્રુઆરીએ કરવામાં આવશે.
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે પણ મેજર પાશા અને મેજર ઈકબાલને પોતાની ચાર્જશીટમાં વાંછિત ગુનેગાર ગણાવ્યાં છે. એડિશનલ સેશન જજ એસવી યારલગાદ્દાએ આ મામલે ૨૧ જાન્યુઆરીએ અભિયોજન પક્ષની અપીલને સ્વીકારી હતી.કોર્ટ હાલ લશ્કર-એ-તોયબાના આતંકી સૈય્યદ જૈબુદ્દીન અંસારી ઉર્ફે અબુ જુંદાલના મામલે સુનાવણી કરી રહી છે. જુંદાલ પર આરોપ છે કે તેને ૨૬/૧૧ હુમલામાં સક્રિય ભૂમિકા ભજવી હતી.ડેવિડ કોલમેન હેડલી હાલ અમેરિકાની જેલમાં બંધ છે. ૨૬/૧૧ મામલામાં તે સરકારી સાક્ષી બની ગયો છે. ૨૦૧૬માં તેનું નિવેદન વીડિયો કોન્ફરન્સ દ્વારા લેવાયુ હતું. હેડલીએ કોર્ટને જણાવ્યું હતું કે આ હુમલાનું ષડયંત્ર પાકિસ્તાન સેનાએ પોતાના આતંકી સંગઠનો સાથે મળીને રચ્યું હતું.

Related posts

पाकिस्तान को चीन से मिली 5 लाख कोविड-19 वैक्सीन की खुराक

editor

પાકિસ્તાન ગિલગિટ-બાલિસ્તાનને વિશેષ રાજ્ય બનાવવાની ફીરાકમાં

aapnugujarat

मिसाइल परीक्षणों को लेकर घिरा उ.कोरिया, ब्रिटेन, फ्रांस-जर्मनी ने किया विरोध

aapnugujarat

Leave a Comment

UA-96247877-1