Aapnu Gujarat
ગુજરાત

લોકસભાની ૨૬ બેઠકો જીવતા ભાજપે સંઘનાં પૂર્ણકાલિન વિસ્તારકોની ફોજ ઉતારી

ભાજપની કેન્દ્રની મોદી સરકારે લોકસભાની ચૂંટણીનું રણશીંગુ ફૂંકી દીધુ છે અને આજનાં બજેટમાં મધ્યમવર્ગ અને ખેડૂતોને આકર્ષવા માટે અનેક જાહેરાતો કરી છે પણ સાથે સાથે ગ્રાઉન્ડ લેવલ પર પણ તૈયારીઓ આરંભી દીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હોમ ટર્ફ ગુજરાતમાં ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં તમામ ૨૬ બેઠકો મેળવી હતી. આ બેઠકો જળવાઇ રહે તે માટે ભાજપે રાષ્ટ્રિય સ્વંયસેવક સંઘની ફોજ મેદાનમાં ઉતારી દીધી છે અને લોકસંપર્ક શરૂ કરી દીધો છે.
ખાસ કરીને સંઘ પરિવારની આ ટીમો પડદા પાછળ રહીને ભાજપ માટે મેદાન તૈયાર કરે છે. તાજેતરમાં મળેલી એક બેઠકમાં ભાજપે આ વિશે ચર્ચી કરી હતી અને સંબધિત લોકોને તેમની જવાબદારી સોંપી દેવામાં આવી છે. ભાજપે તમામ ૨૬ બેઠકો જાળવી રાખવા માટે ગેમ પ્લાન બનાવી લીધો છે અને પૂર્ણ કાલિન વિસ્તારકોએ ગુજરાત ખુંદી રહ્યા છે.આધારભૂત સુત્રોનાં જણાવ્યા પ્રમાણે, ભાજપ અને સંઘ પરિવારે ૨૦૦ પૂર્ણકાલિન વિસ્તારકોને જવાબદારી સોંપી દેવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર સામે ખેડૂતોની સમસ્યા એ મોટો પકડાર આવીને ઉભો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રનાં વિસ્તારો એક મોટી ચેલેન્જ બનીને ઉભા છે. આ ચેલેન્જને પહોંચી વળવા માટે પૂર્ણકાલિન વિસ્તારકોએ મેદાન ખૂંદવાનું શરૂ કરી દીધુ છે.થોડા દિવસ પહેલા પ્રદેશ ભાજપ દ્વારા જુદી જુદી લોકસભા,વિધાનસભા,જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને મહાનગર પાલિકા માં કામ કરતા સંઘના પૂર્ણકાલિન વિસ્તારકો સાથે બેઠક કરી લોકસભાની ચૂંટણીમાં ૨૬ માંથી ૨૬ બેઠક જીતવાનાં મંત્ર સાથે કામનો આરંભ કરી દીધો છે.આ પૂર્ણકાલિન વિસ્તારોમાં સૌરાષ્ટ ઝોનમાં -૭૦, દક્ષિણ ગુજરાત ઝોનમાં -૪૦, ઉત્તર ગુજરાત ઝોનમાં ૬૦ અને મધ્ય ગુજરાત ઝોનમાં -૩૦ ઉતારવામાં આવ્યા છે.પ્રદેશ ભાજપનાં મહામંત્રી ભરતસિંહ પરમારે જણાવ્યું કે, પૂર્ણકાલિન પ્રચારકો સ્થાનિક લેવલે કામ કરે છે અને પાર્ટી સાથે સંકલનમાં રહીને તેમની જવાબદારી નિભાવે છે. આ કામગિરીની સોંપણી થઇ ચૂકી છે અને સૌ પોત-પોતાની જવાબદારી તેમના ક્ષેત્રમાં નિભાવશે.આ ૨૦૦ પૂર્ણકાલિન વિસ્તારકો ઉપરાંત સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે અન્ય ૧૦ હજાર વિસ્તારકો ને પણ લોકસભાની ચૂંટણી માટે કામ સોપવામાં આવશે.

Related posts

ફેની ચક્રવાતમાં ગુજરાતના ૪૦૦થી વધુ લોકો ફસાયા

aapnugujarat

માતાની સારવાર માટે ઉછીના લીધેલા ત્રણ લાખ રૂપિયા ચોરાઈ ગયા

editor

જબુગામની રેફરલ હોસ્પટિલમાં હોબાળો

editor

Leave a Comment

UA-96247877-1