Aapnu Gujarat
શિક્ષણ

સીએના ૫૨૯ સ્ટુડન્ટસને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પદવી

ધ ઈન્સ્ટટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા સીએમાં ઉર્તીણ થયેલા સ્ટુડન્ટસનો પદવીદાન સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં ૫૨૯ સ્ટુડન્ટસને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પદવી એનાયત કરવામાં આવી હતી. આજના સીએ સ્ટુડન્ટ્‌સના પદવીદાન સમારંભને લઇ સીએના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આજના પદવીદાન સમારંભ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે વિનિ કોસ્મેટિક પ્રા.લિ.નાં સ્થાપક શ્રી દર્શન એન.પટેલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદ બ્રાન્ચનાં ચેરમેન શ્રી નિરવ ચોક્સી, સેક્રેટરી શ્રી ફેનિલ શાહ સહિત તમામ ઉચ્ચ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. આઈસીએઆઈ દેશભરમાં ૨.૯૦ લાખથી પણ વધુ સભ્યો ધરાવે છે. આઈસીએઆઈમાં આઠ લાખથી પણ વધુ સક્રિય સ્ટુડન્ટસ છે. આઈસીએઆઈ પાંચ રિજનલ કાઉન્સિલ્સ અને ૧૬૪ બ્રાન્ચો ધરાવે છે. તાજેતરમાં તા. ૧૯ જાન્યુઆરી ૨૦૧૯નાં કેન્દ્રીય મંત્રી શ્રી વિજય ગોયલનાં હસ્તે ૧૨મો આઈસીએઆઈ લીડર્સ એન્ડ બિઝનેસ એક્સલન્સ એવોર્ડ વિજેતાઓને એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું પ્રદાન કરનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્સને આ એવોર્ડ વર્ષ ૨૦૦૭થી આપવામાં આવે છે. આઈસીએઆઈ દ્વારા એસએમઈ લીડર એવોર્ડસની પણ શરૂઆત કરવામાં આવી છે. નાના અને મધ્યમ કદનાં સેક્ટરનાં કાર્યરત ચાર્ટર્ડ એકાઉન્ટન્સને ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ એવોર્ડ આપવામાં આવે છે. આઈસીએઆઈ દ્વારા તાજેતરમાં જ અબુધાબીમાં ઈન્ટરનેશનલ લીડર એવોર્ડસ એનાયત કરવામાં આવ્યો હતો. આઈસીએઆઈ દ્વારા તાજેતરમાં ગાઈડન્સ નોટ ઓન ઓડિટ ઓફ બેજીસ પુસ્તક પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આજના પદવીદાન સમારંભમાં સીએની પદવી પ્રાપ્ત કરનાર ૫૨૯ સીએ સ્ટુડન્ટ્‌સને આમંત્રિત મહાનુભાવોએ હાર્દિક શુભેચ્છા પાઠવી તેઓને પ્રોત્સાહિત કર્યા હતા. આજના પદવીદાન સમારંભ સીએ જગતના નિષ્ણાતો, ફેકલ્ટી સહિત વિવિધ ક્ષેત્રના આમંત્રિત મહાનુભાવો-અગ્રણીઓ પણ ખાસ હાજર રહ્યા હતા.

Related posts

ગુજરાતમાં ટેકનિકલ કોર્સની ફીમાં ૫ ટકાનો વધારો થયો

aapnugujarat

મદ્રાસ હાઇકોર્ટે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને 2 EMIમાં ફી વસૂલવાની મંજૂરી આપી

editor

देश में २.६ पर्सेंट कॉलेज ही ऑफर करते हैं पीएचडी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1