Aapnu Gujarat
Uncategorized

આયુર્વેદને દેશમાં ખૂણેખૂણે પહોંચાડવા આયુષ મંત્રાલયે બનાવ્યો માસ્ટર પ્લાન

સરકારે મધુમેહ, તણાવ, રક્તચાપ અને કેન્સર જેવી બીમારીઓનો ઈલાજ કરવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાન અંતર્ગત સરકાર દેશના દરેક ગામ સુધી આયુર્વેદનો ઈલાજ પહોંચાડશે. સરકાર આના માટે વડાપ્રધાન જનઆરોગ્ય અભિયાન અંતર્ગત દેશભરમાં તૈયાર થઈ રહેલા આશરે દોઢ લાખ જેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોની મદદ લેશે. અહીંયા ભારતીય વૈજ્ઞાનિકોની શોધમાં નિર્મિત બીજીઆર-૩૪ સહિત ઘણા પ્રકારના આયુર્વેદ ઉપચારથી દર્દીઓનો ઈલાજ થશે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ દવાને સીએસઆઈઆરે મધુમેહ પર શોધ કરતાં તૈયાર કરી હતી. આ મામલે આયુષ મંત્રાલયનું કહેવું છે કે અત્યાર સુધી આ દવાના પરિણામો ચોક્કસ મળ્યા છે. એવું જોવા મળ્યું છે કે બીજીઆરના ઉપયોગથી ૩૦ વર્ષથી ઓછી ઉંમરના મધુમેહ રોગીઓમાં આ બીમારી ખતમ થઈ ગઈ છે. આ જ કારણ છે કે સરકાર સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, આયુષ અને વિજ્ઞાન મંત્રાલયે વ્યાપક યોજના બનાવી છે.
આયુર્વેદથી આ ઉપચારને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય શહેરના દરેક ગામ સુધી પહોંચાડવાની તૈયારીમાં છે. માનવામાં આવી રહ્યું છે કે જો આ ઉપચાર લોકો સુધી પહોંચવામાં સફળ રહ્યો તો આવનારા સમયમાં આ ખૂબ ઉપયોગી સાબિત થશે.
આપને જણાવી દઈએ કે સ્વાસ્થ્ય મિશન અંતર્ગત આયુષ મંત્રાલય વર્ષ ૨૦૨૧ સુધી તમામ જિલ્લાઓમાં આ ઉપચાર ઉપલબ્ધ કરાવી શકે છે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હવે ઉત્તરપ્રદેશમાં આની શરુઆત પણ થઈ ગઈ છે. પ્રથમ ચરણમાં આશરે ૨૪ હજાર કેન્દ્રોને શરુ કરવામાં આવશે.

Related posts

જામનગરમાં કોરોનાના કેસ વધ્યાં

editor

टीम इंडिया को झटका, भुवनेश्वर 3 मैच से बाहर

aapnugujarat

राजकोट के पास सांड ने बाइक व साइकिल सवार पर किया हमला, मुश्किल से बची जान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1