Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મહાકુંભ : આજે પોષ એકાદશી સ્નાનને લઇ શ્રદ્ધાળુ ઉત્સુક

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આવતીકાલે પોષ એકાદશી સ્નાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેને લઇને લાખો શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. કાતિલ ઠંડીનું મોજુ હોવા છતાં આવતીકાલે વહેલી પરોઢથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જુદા જુદા ઘાટ ઉપર સ્નાન માટે ઉમટી પડે તેવી શક્યતા છે. સાધુ સંતો પણ પોશ એકાદશી સ્નાનને લઇને ઉત્સુક બનેલા છે. જુદા જુદા ઘાટ પર કોઇ પણ પ્રકારની અંધાધુંધી ન થાય તે માટે સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે. અભૂતપૂર્વ સુરક્ષા, ઉત્સાહ તેમજ શ્રદ્ધા વચ્ચે મહાકુંભની ઉત્તરાયણ પર્વ પર શરૂઆત થઇ હતી. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ સ્થળ પર નાગા સાધુ, ત્યારબાદ અન્ય અખાડાના સાધુ સંતો તેમજ અંતે સામાન્ય શ્રદ્ધાળુઓ આવતીકાલે વપિત્ર સ્નાન કરનાર છે. વહેલી પરોઢે પાંચ વાગે સ્નાનની પ્રક્રિયા શરૂ થયા બાદ સમગ્ર દિવસ દરમિયાન શાહીસ્નાનનો દોર જારી રહેશે. સઘન સુરક્ષા અને જુદા જુદા ઘાટ ઉપર સ્નાન અને પૂજાવિધિ માટે સંતો ઉમટી પડશે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત કરવામાં આવેલા મહાકુંભની અનેક વિશેષતાઓ રહેલી છે. સંગમ ઉપર ત્રિવેણી ઘાટ પાસે આનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રયાગરાજમાં કુંભનું નામ આવતાની સાથે જ યમુના, ગંગા અને સરસ્વતીના પાવન ત્રિવેણી સંગમની બાબત માનસિક ચિત્ર ઉપર આવી જાય છે. આ પવિત્ર સંગમ સ્થળ ઉપર ડુબકી લગાવવા માટે દેશ અને દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ પહોંચે છે. આધ્યાત્મિક શહેરમાં ડુબકી લગાવીને શ્રદ્ધાળુઓ જુદા જુદા પાપમાંથી મુક્તિ મેળવે છે. દુનિયાના સૌથી મોટા ધાર્મિક આયોજનને લઇને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ દેખાયો હતો. ૧૫મી જાન્યુઆરીના દિવસે પહેલા શાહી સ્થાન પર્વ પર અખાડાના નાગા સન્યાસી, મહામંડલેશ્વરો, સાધુ સંતો સહિત લાખો શ્રદ્ધાળુઓએ સંગમમાં પુણ્યની ડુબકી લગાવી હતી. આની સાથે જ કુંભના શ્રીગણેશ થઇ ગયા હતા. સવારે પાંચ વાગે શાહી સ્નાનની શરૂઆત થઇ હતી. કુંભને લઇને આ વખતે ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. કુંભ મેળા ૨૦૧૯માં આવનાર શ્રદ્ધાળુઓની સુવિધા માટે રેલવે દ્વારા ૮૦૦ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આ તમામ ટ્રેનો જુદા જુદા સ્ટેશનોથી પ્રયાગરાજની વચ્ચે દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેનો સામાન્ય ટ્રેનો ઉપરાંતની છે. કુંભ મેળામાં આવનાર શ્રદ્ધાળુઓ અને ટ્યુરિસ્ટો માટે દેશના દરેક રેલવે ઝોનથી છ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.અલ્હાબાદ જંક્શન પર ૧૦૦૦૦ યાત્રીઓને ગોઠવી શકાય તે માટે ચાર મોટા ગેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યા છે. અહીં વેન્ડિંગ સ્ટોલ, વોટર બૂથ, ટિકિટ કાઉન્ટર, એલસીડી ટીવી, સીસીટીવી કેમેરા, મહિલા અને પુરુષો માટે અલગ અલગ શૌચાલયોનો સમાવેશ થાય છે.કુંભ મેળાની શરૂઆત થતા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કુંભ મેળાની સાથે ભવ્ય ઇતિહાસનો પણ ઉલ્લેખ રહેલો છે. આ વખતે કુંભ મેળાને વધારે ભવ્ય બનાવવા માટે યોગી સરકાર દ્વારા ખાસ પગલા લેવામાં આવી રહ્યા છે. ભાજપની જુદા જુદા રાજ્યોમાં રહેલી સરકારો પણ
આના માટે મદદ કરવા માટે આગળ આવી હતી. જુદી જુદી ટ્રેનોની સાથે સાથે પરિવહની ખાસ વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. હવે ભવ્ય કુંભ મેળો ઘણા દિવસ સુધી ચાલનાર છે. કુંભને નિહાળવા અને તેના મહત્વને સમજવા માટે અનેક વખત પહોંચવાથી અને તેને સમજવાથી આધ્યાત્મિક મહત્વ સમજાય છે. કુંભ મેળામાં અનેક શાહી સ્નાનના દિવસો નક્કી કરવામાં આવે છે. કુંભના ઇતિહાસની વાત કરવામાં આવે તો આ વિષયમાં ચોક્કસપણે કોઇ વિશેષ પ્રાચીન શાસ્ત્રીય સંદર્ભનો ઉલ્લેખ મળતો નથી પરંતુ પૌરાણિક માન્યતાઓ તેની સાથે જોડાયેલી છે જેમાં ગ્રહોની વિશેષ સ્થિતિ થવા પર કુંભના સંકેત મળે છે. સ્કંદપુરાનમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Related posts

મિશન ૨૦૧૯ : મોદી આ મહિને ચાર વખત યુપી જશે

aapnugujarat

राष्ट्रपति शासन की ओर अब बढ़ रहा हैं कर्णाटक

aapnugujarat

PNB scam case: U.K. court extends remand of fugitive Nirav Modi till June 27

aapnugujarat

Leave a Comment

UA-96247877-1