Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગઠબંધનની સરકાર બની તો ૬ દિવસ અલગ-અલગ પીએમ અને રવિવારે રજા : અમિત શાહ

લોકસભા ચૂંટણીમાં એકવાર ફરીથી ૨૦૧૪ના પરિણામનું પુનરાવર્તન કરવા માટે ભાજપે કમર કસી લીધી છે. બુધવારે કાનપુરમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરતાં સપા-બસપા ગઠબંધન પર જોરદાર હુમલો કર્યો અને તેને ભ્રષ્ટાચાર અને અપરાધનું ગઠબંધન જાહેર કર્યું. સાથોસાથ કહ્યું કે ભાજપ અને મોદીજીની વધતી લોકપ્રિયતાને રોકવા માટે ગઠબંધન બન્યું છે.કાનપુરમાં રેલી દરમિયાન અમિત શાહ ગઠબંધન પર કટાક્ષ કરતાં કહ્યું, ’જો ગઠબંધનની સરકાર સત્તામાં આવશે તો બહેનજી (માયાવતી) સોમવારે પીએમ હશે, મંગળવારે અખિલેશજી, મમતા દીદી બુધવારે, શરદ પવારજી ગુરુવાર, દેવેગૌડાજી શુક્રવારે, સ્ટાલીન શનિવારે અને રવિવારે આખો દેશ રજા પર જતો રહેશે.’ શાહે વધુમાં કહ્યું કે, મોદીજી અને યોગીજીની જોડી ઉત્તર પ્રદેશને વિકાસ મામલે ઘણો આગળ લઈ જશે. ભાજપ અધ્યક્ષે કહ્યું કે, ઉત્તર પ્રદેશના કાર્યકર્તાઓની તાકાત અને ઉત્સાહને હું સારી રીતે જાણું છું. આ કાર્યકર્તા ભારત માતાના જયકારા સાથે ગઠબંધન કરનારાઓને નીચે લાવવા માટે તૈયાર બેઠા છે.અમિત શાહે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની વધતી લોકપ્રિયતા અને મોદીજીની વધી રહેલા રાજકીય પ્રચાર-પ્રસારને રોકવા માટે ગઠબંધન બનાવવામાં આવી રહ્યું છે. આ જે ગઠબંધન ભાજપની વિરુદ્ધ થયું છે, તે ગઠબંધન અપરાધ, ભ્રષ્ટાચાર અને સ્વાર્થી રાજકારણનું ગઠબંધન છે. તેઓએ કહ્યું કે, જાતિવાદને સમાપ્ત કરવાનું કામ ભાજપની સરકારે કર્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસ કરવાનું કામ ભાજપની સરકારે કર્યું છે.

Related posts

मनी लॉन्ड्रिंग केस : ईडी ने मांगी रॉबर्ट वाड्रा की हिरासत

aapnugujarat

રામ સબકે ભગવાન : ફારુક અબ્દુલ્લા

aapnugujarat

મીનાક્ષી લેખીના આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1