Aapnu Gujarat
મનોરંજન

‘તાનાજી’ની પત્નીનો રોલ કાજોલ કરશે

સિનિયર અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણની આગામી ફિલ્મ તાનાજી એન અનસંગ હીરોમાં અભિનેત્રી કાજોલ તાનાજીની પત્નીનો રોલ કરે એવી શક્યતા હોવાની માહિતી મળી હતી. આ ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના અતિ વિશ્વાસુ સેનાપતિ તાનાજી માલુસરેની બાયો-ફિલ્મ છે અને એમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકા કરી રહ્યો છે. ઓમ રાઉત આ ફિલ્મના ડાયરેક્ટર છે.
આ ફિલ્મમાં બાર વર્ષના ગાળા બાદ ફરી એકવાર અજય સાથે સૈફ અલી ખાન પણ મહત્ત્વની ભૂમિકામાં દેખાશે એવું પણ જાણવા મળ્યું હતું. જો કે હજુ સૈફના રોલ અંગે કોઇ ઔપચારિક જાહેરાત થઇ નથી. પરંતુ વિશ્વસનીય સૂત્રોના કહેવા મુજબ કાજોલ આ ફિલ્મમાં તાનાજીની પત્નીનો રોલ કરે એવી શક્યતા છે. આ ફિલ્મ અજયના બેનર તળે બની રહી છે એ જોતાં કાજોલ એમાં સહભાગી થાય એવી શક્યતા નકારી કઢાતી નથી.
પહેલી જાન્યુઆરીએ અજયના ફર્સ્ટ લૂકને રિલિઝ કરાયો હતો. તાજેતરમાં કાજોલે દિવાઓ અને રંગોળીથી સજાવાયેલા સેટ પર એક ગીતનું શૂટિંગ કર્યું હોવાની માહિતી પણ મળી હતી. ડિસેંબરના છેલ્લા સપ્તાહમાં આ ગીત શૂટ થયું ત્યારે કાજોલ પરંપરાગત મરાઠી પોષાકમાં સજ્જ હતી.

Related posts

गर्लफ्रेंड के संग लंदन में न्यू इयर मनाएंगे राजकुमार राव

aapnugujarat

Madras HC sends notice to 3 filmmakers of Jayalalithaa biopic

aapnugujarat

जैक स्नायडर की फिल्म में नजर आएंगी हुमा कुरैशी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1