Aapnu Gujarat
બિઝનેસ

ઇન્કમ સપોર્ટ સ્કીમથી ૧.૫ ટ્રિલિયનનો બોજ પડશે

બજેટમાં ઇન્કમ સપોર્ટ સ્કીમ અથવા તો આવકને લગતી સ્કીમની જાહેરાત કરવામાં આવી શકે છે. આના પરિણામ સ્વરુપે ૧.૫ ટ્રિલિયન રૂપિયાનો પ્રતિવાર્ષિક કેન્દ્ર ઉપર બોજ પડે તેવા સંકેત મળી રહ્યા છે. સ્થાનિક રેટિંગ સંસ્થા દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. ઇન્ડિયા રેટિંગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં લઇને કેન્દ્ર અને રાજ્યના બજેટ ઉપર મુખ્ય દ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ખેડૂતોની સમસ્યાને મુખ્યરીતે કેન્દ્રમાં રાખીને આગળ વધવામાં આવશે. ગરીબો માટે ઇન્કમ સપોર્ટ સ્કીમના લીધે કેન્દ્ર ઉપર વાર્ષિક ૧.૫ ટ્રિલિયન રૂપિયા અથવા તો જીડીપીના ૦.૭ ટકાનો બોજ પડી શકે છે. કૃષિ લોન માફી આના કરતા વધારે સરળ સ્કીમ હોઈ શકે છે. વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા ઇન્કમ સપોર્ટ સ્કીમની વાત કરવામાં આવી છે ત્યારે મોદી સરકારને પણ બજેટમાં આવા કોઇ પગલાની જાહેરાત કરવાની ફરજ પડશે. કૃષિ કટોકટી અને નારાજ રહેલા ખેડૂતોની સ્થિતિને પણ સુધારવાના પ્રયાસો કરવા પડશે. વચગાળાના બજેટમાં જો મધ્યમ અને નાના ખેડૂતો માટે પ્રતિ વાર્ષિક ૮૦૦૦ રૂપિયા પ્રતિએકરની ઇન્કમ સપોર્ટની જાહેરાત કરવામાં આવશે તો નાના અને સીમાંત ખેડૂતોને સરેરાશ પ્રતિવાર્ષિક ૭૫૧૫ અને ૨૭૯૪૨ રૂપિયા મળશે.
જો રોલઆઉટ કરવામાં આવશે તો આના લીધે કેન્દ્ર ઉપર અનેકગણો બોજ વધશે. જો આ યોજનાને અમલી કરવામાં આવશે તો આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને ઉત્તરપ્રદેસમાં પણ દબાણ આવશે. કારણ કે, તેઓ પહેલાથી જ લોન માફીની જાહેરાત કરી ચુક્યા છે.

Related posts

एयर इंडिया इकॉनमी क्लास के यात्रियों को नहीं मिलेगा नॉनवेज

aapnugujarat

जीएसटीः एक महीने होने पर भी पटरी पर नहीं व्यापार

aapnugujarat

કોરોનાએ ટુરિઝમ ઈન્ડસ્ટ્રીની કમર તોડી

editor

Leave a Comment

UA-96247877-1