Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગરમાં સિરિયલ કિલરની તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ

ગુજરાતનું પાટનગર હવે સલામત નથી રહ્યું. ગાંધીનગરમાં છેલ્લા ૪ મહિનામાં એક જ મોડસ ઓપરેન્ડીથી ૩ હત્યા કરવામાં આવી છે. આ સિરિયલ કિલરની તપાસ માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ એસઆઈટીની રચના કરી છે. જેમાં એલસીબી અને એસઓજીના અધિકારીઓ સામેલ કરાયા છે. આ સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસની પણ મદદ લેવાઈ રહી છે.
ગાંધીનગર પોલીસ ૩ હત્યાનો ભેદ ઉકેલવા માટે ૯ અધિકારીઓની એસઆઈટી બનાવી છે. જેમાં એક એસડીપીઓ, ૨ એલસીબી પીઆઈ, ૨ એસઓજી પીઆઈનો સમાવેશ થાય છે. જેનું સુપરવિઝન ગાંધીનગર એસપી મયુર ચાવડા કરશે.
ગુજરાત એક તરફ સલામતીના દાવા કરી રહ્યું છે તો બીજી તરફ ગાંધીનગરમાં એક સિરિયલ કિલર છેલ્લાં ચાર મહિનાથી આતંક મચાવી રહ્યો છે. આ સિરિયલ કિલરે એક જ મોડસ ઓપરેન્ડીથી ૩ હત્યા કરી છે. ત્રણેય હત્યામાં એક જ પ્રકારની બુલેટ વાપરી માથામાં એક જ જગ્યાએ મારવામાં આવી હોવાથી હત્યારો એક જ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
એક જ મોડસ ઓપરન્ડીથી ૩ હત્યા કરાઈ. ૧૪ ઓક્ટોબરે અડાલજ પાસે ઢોર ચરાવી રહેલા ભરવાડની માથામાં ગોળી મારી હત્યા, ૯ ડિસેમ્બરે ઈન્ફોસિટી પાસે લોખંડના સળિયાના વેપારીને માથામાં ગોળી મારી હત્યા, ૨૬ જાન્યુઆરીએ આધેડને માથામાં ગોળી મારી ૧૧ લાખ રોકડની લૂંટ મચાવી.

Related posts

વડોદરાના ફતેપુરા ખાતે કોમી હિંસા : સામ સામે પથ્થરમારો

aapnugujarat

ગુજરાતની આઈક્રિએટ સાથે ઇઝરાયેલના ત્રણ કરાર થયા

aapnugujarat

પરિણિતાએ બે બાળકી સાથે નર્મદાની કેનાલમાં ઝંપલાવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1