Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી લોકસભા સાથે થશે

કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની ચૂંટણીની સાથે જ ત્રણ રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારી હાથ ધરી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ભાજપ શાસિત રાજ્યો મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે જ યોજાનાર છે. પાર્ટીને લાગે છે કે એપ્રિલ-મે મહિનામાં યોજાનાર લોકસભાની ચૂંટણી દરમિયાન જ આ ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટઁણી યોજાનાર છે. ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની અવધિ આ વર્ષના અંતમાં પૂર્ણ થઇ રહી છે. કોંગ્રેસની કેન્દ્રિય નેતાગીરી અને રાજ્ય કમિટીઓ લોકસભા ચૂંટણીની સાથે સાથે રાજ્ય વિધાનસભાની ચૂંટણીને લઇને રણનિતી બનાવવામાં લાગી ગઇ છે. મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં સમય પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાય છે તો પાર્ટી દ્વારા આકસ્મિક યોજના પર પણ કામગીરી શરૂ કરી રહી છે. કોંગ્રેસ છાવણી માને છે કે હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપના સમીકરણ અને કેટલીક મજબુરી નિર્ધારિત સમય કરતા પહેલા ચૂંટણી યોજવા માટે સંકેત આપે છે. જો કે કેન્દ્ર સરકાર અને ભાજપ દ્વારા આ સંબંધમાં હજુ કોઇ વાત કરવામાં આવી નથી. કોંગ્રેસી નેતાઓ માને છે કે હરિયાણામાં મનોહર લાલ ખટ્ટર સરકાર ઓક્ટોબરમાં યોજાનાર ચૂંટણીમાં પૂર્ણ તાકાત સાથે ઉતરી શકે તેવી સ્થિતીમાં નથી. જેથી ભાજપ ત્યાં લોકસભાની ચૂંટણીની સાથે જ વિધાનસભાની ચૂંટણી કરાવી શકે છે. હરિયાણા કોંગ્રેસના અદ્યક્ષ અશોક તવરે કહ્યુ છે કે રાજ્યની પ્રજા કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની ભાજપ સરકારને ઉંખાડી ફેંકવા માટે ઇચ્છુક છે. આના માટે ચૂંટણીની રાહ જોવામાં આવી રહી છે. ચૂંટણી આવતાની સાથે જ પ્રજા સરકારને બોધપાઠ ભણાવશે. કોંગ્રેસ પાર્ટીએ હાલમાં ત્રણ રાજ્યોમાં શાનદાર જીત મેળવી હતી.

Related posts

No plans to scrap sedition law as its needed to combat anti-national, secessionist, terrorist elements: Centre to RS

aapnugujarat

विधानसभा में हार का लोकसभा पर कोई असर नहीं : अमित शाह

aapnugujarat

TN CM Palaniswami denies reports of Minister K P Anbazhagan infected with Covid-19

editor

Leave a Comment

UA-96247877-1