Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સમાં ૩૬૯ પોઈન્ટનો ઘટાડો

શેરબજારમાં આજે જોરદાર વેચવાલીનું મોજુ ફરી વળ્યું હતું. ફાઈનાન્સિયલ, ઓટો અને ફાર્મા કાઉન્ટરોમાં તીવ્ર વેચવાલી વચ્ચે અફડાતફડી રહી હતી. બેચમાર્ક ઇન્ડેક્સ આજે ૩૬૯ પોઇન્ટ ઘટીને ૩૫૬૫૭ની નીચી સપાટીએ રહ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, એચડીએફસી, બજાજ ફાઈનાન્સના શેરમાં મોટો કડાકો બોલ ી ગયો હતો જ્યારે ટીસીએસ, એલએન્ડટી અને કોલ ઇન્ડિયાના શેરમાં તેજી જામી હતી. બેંચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સમાં આજે ઘટાડો રહ્યો હતો. આ ઇન્ડેક્સ ૧૦૭૦૦ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. કારોબારના અંતે નિફ્ટીમાં સપાટી ૧૦૬૬૨ રહી હતી. તેના ૩૬ શેરમાં મંદી અને ૧૪ શેરમાં તેજી જામી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં બે ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૨૬૬૫૩ રહી હતી. ઇન્ડિયન બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં જોરદાર કડાકો બોલી ગયો હતો. નિફ્ટી ફાર્મામાં ૨.૫ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૮૬૬૪ રહી હતી. પિરામલના શેરમાં કડાકો બોલી ગયો હતો. આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં સતત આઠમાં દિવસે ઘટાડો રહ્યો હતો. આના શેરમાં આશરે ચાર ટકાનો ઘટાડો થતાં તેની સપાટી ૩૪૩ રહી હતી. અગાઉના સેશનમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૨૭૦ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૪૧૨ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૭૯ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૭૨૨ રહી હતી. એશિયન શેરબજારમાં પણ આજે કડાકો બોલી ગયો હતો. અફડાતફડીનો દોર જોવા મળ્યો હતો. તેલ કિંમતોમાં એક ટકાનો ઘટાડો આજે રહ્યો હતો. ક્રૂડના ઉત્પાદનમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. ચીનના બેંચમાર્ક શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગના હેંગસેંગમાં ૦.૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજારમાં તીવ્ર વેચવાલી માટે અન્ય પરિબળો પણ જવાબદાર રહ્યા હતા. એકબાજુ લોકસભાની ચૂંટણી આડે વધારે સમય નથી. ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં પ્રવાહી સ્થિતિ વચ્ચે વિદેશી મૂડીરોકાણકારોએ જાન્યુઆરી મહિનામાં ભારતીય શેરબજારમાંથી હજુ સુધી ૬૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આ પ્રવાહ આગામી મહિનામાં પણ જારી રહે તેવી શક્યતા છે. નવેમ્બર અને ડિસેમ્બર ૨૦૧૭ દરમિયાન એફપીઆઈ દ્વારા ઇક્વિટી માર્કેટમાં ૮૫૫૪ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ આ સ્થિતિ સર્જાઈ છે. આ પહેલા ઓક્ટોબર મહિનામાં વિદેશી રોકાણકારોએ ૨૮૯૦૦ કરોડ પાછા ખેંચી લીધા હતા. ડિપોઝિટરી પાસે ઉપલબ્ધ આંકડા મુજબ એફપીઆઈ પહેલીથી ૨૫મી જાન્યુઆરી દરમિયાન ૫૮૮૦ કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચી લીધી હતી.
શેરબજારમાં આગામી દિવસોમાં ૧૦ પરિબળો ઉપર મુખ્યરીતે નજર રહેશે જેમાં વૈશ્વિક ઘટનાક્રમ, ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉતારચઢાવ, ડોલર સામે રૂપિયામાં નરમાઈ, ત્રીજા ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડાની અસર જોવા મળશે. પહેલી ફેબ્રુઆરીના દિવસે સરકારે વોટ ઓન એકાઉન્ટ પણ રજૂ કરવામાં આવનાર છે. નવી સરકાર જુલાઈ મહિનામાં સંપૂર્ણ બજેટ રજૂ કરે તે પહેલા ત્રણ મહિના માટે આ બજેટ રજૂ કરવામાં આવશે. નિષ્ણાતોનું કહેવું છે કે, ગ્રામીણ અને કૃષિ આધારિત સેક્ટરોમાં રાહતના ઇરાદાથી બજેટમાં સરકાર કેટલાક લોકપ્રિય પગલા જાહેર કરી શકે છે. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂત વર્ગને પ્રભાવિત કરવાના પ્રયાસો થઇ શકે છે. કૃષિ પડકારોનો સામનો કરી રહેલા સમાજના સૌથી મોટા વર્ગને સંતુષ્ટ કરવાના ઇરાદાથી એનડીએ સરકાર આ બજેટમાં ખેડૂતો માટે પણ કોઇ નવી પહેલ કરી શકે છે. ખેડૂતોને ખુશ કરવાની સરકાર પાસે આ છેલ્લી તક છે. ત્યારબાદ લોકસભાની ચૂંટણી યોજાનાર છે. જાણકાર લોકોનું કહેવું છે કે, સરકાર ફિસ્કલ ડેફિસિટના ટાર્ગેટને ફરીવાર તોડે તેવા સંકેત છે.
ઉથલપાથલ અકબંધ રહી શકે છે. છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં ૩૬૧ પોઇન્ટનો ઘટાડો અને નિફ્ટીમાં ૧૨૬ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

Ayodhya case : Historical debate end in SC, verdict expected before Nov 17

aapnugujarat

વડાપ્રધાન મોદીએ સુઝુકી ઈફ બેટરી પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો

aapnugujarat

दंतेवाड़ा में पुलिस को मिली बड़ी सफलता, मुठभेड़ में दो नक्‍सली ढेर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1