Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઉત્તર ભારત ઠંડુગાર : ટ્રેન, વિમાની સર્વિસને માઠી અસર

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. જનજીવન પર માઠી અસર થઇ છે. ધુમ્મસ અને કાતિલ ઠંડીના કારણે અનેક ટ્રેનો મોડેથી દોડી રહી છે. વિમાની સેવા પર પણ માઠી અસર થઇ છે. આગામી સપ્તાહમાં વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે સવારે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં અનેક સ્ટેશનો પરથી ટ્રેનો મોડેથી દોડી રહી છે. લો વિજિબિલિટીના કારણે દિલ્હીની ૧૬ ટ્રેનો લેટ થયેલી છે. તમામ ટ્રેનો નિર્ધારિત સમય કરતા મોડેથી દોડી રહી છે. ધુમ્મસના કારણે કેટલીક જગ્યાએ અકસ્માત થયા હોવાના હેવાલ પણ મળ્યા છે. દરમિયાન હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં હિમ વર્ષા જારી રહી છે. તાપમાન માઇનસમાં છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમા પણ હાડ ગાળી નાંખે તેવી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં પણ લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. પારો ખુબ ગબડી ગયો છે. કાશ્મીર ખીણમાં ભારે હિમવર્ષા માટેની આગાહી અકબંધ રાખવામાં આવી છે. હિમાચલપ્રદેશમાં પણ ઉંચાણવાળા વિસ્તારમાં ભારે હિમવર્ષા થઇ છે. ટ્યુરિસ્ટ સ્થળો કુલ્લુ જિલ્લામાં મનાલીમાં માઇનસમાં તાપમાન રહ્યુ છે. દિલ્હી અને એનસીઆરમાં પણ હાલત કફોડી બનેલી છે. જમ્મુ કાશ્મીરમાં પાણીના સ્ત્રોતમાં બરફ જામી જતા હાલત કફોડી બનેલી છે.શ્રીનગરમાં રાત્રી તાપમાન માઇનસ ૧.૪ ડિગ્રી રહ્યુ છે. લેહમાં માઇનસ ૧૫.૫ ડિગ્રી તાપમાન રહ્યુ છે. જ્યારે કારગીલમાં પારો માઇસ ૨૦.૭ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયો છે. કાશ્મીર હાલમાં ચિલાઇ કાલનના ગાળા હેઠળ છે. ૪૦ દિવસનો આ ગાળો ઠંડીનો સૌથી મુશ્કેલ ગાળો હોય છે. આની પૂર્ણાહુતિ હવે ૩૧મી જાન્યુઆરીના દિવસે થશે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ઠંડુગાર થઇ જતા જનજીવન ખોરવાઇ ગયુ છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસની સ્થિતી વચ્ચે જનજીવન ખોરવાઇ ગયુ છે. ટ્રેનો અને વિમાની સેવા પર અસર થઇ છે. દિલ્હી આવનારી ટ્રેનો મોડી દોડી રહી છે. વિજિબિલીટી ઘટી જવાના કારણે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં વિમાની સેવા ઉપર પણ માઠી અસર થઇ છે. ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસની સ્થિતી ફરી એકવાર જોવા મળી રહી છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને ઉત્તર ચંદીગઢમાં કાતિલ ઠંડી અને ધુમ્મસની સ્થિતી જોવા મળી રહી છે. ધુમ્મસના કારણે દિલ્હી આવતી ટ્રેનો મોડેથી દોડી રહી છે. માર્ગો પર ધુમ્મસના કારણે સવારે મોટી સંખ્યામાં લોકોને અવરજવરમાં તકલીફ પડી હતી. વિજિબિલિટી ઘટી જવાના કારણે દિલ્હી વિમાનીમથકે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ધુમ્મસની ચાદર છવાયેલી છે. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા અને વરસાદના કારણે ઠંડીમાં એકાએક વધારો થયો છે. ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. તાપમાનમાં ઘટાડો થવાના કારણે લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. બીજી બાજુ બન્ને રાજ્યોમાં કેટલીક જગ્યાએ લઘુતમ તાપમાનમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે.

Related posts

દાવોસ : નરેન્દ્ર મોદી યુવા અને ઇનોવેટિવ પર ખાસ વાત કરશે

aapnugujarat

India takes a big leap by improving the Ease Of Doing Business ranking

aapnugujarat

4 माह के अंदर अयोध्या में बनेगा भव्य राम मंदिर : अमित शाह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1