Aapnu Gujarat
મનોરંજન

બ્રાઝીલમાં ડેમ ધસી પડતાં ૪૦ લોકોના મોતઃ ૩૦૦થી વધુ લોકો ગુમ

દક્ષિણ પૂર્વ બ્રાઝીલમાં એક ખાણની પાસે સ્થિત ડેમ ધસી પડવાના કારણે થયેલી તબાહીમાં ઓછામાં ઓછા ૪૦ લોકોનાં મતો થયા છે અને લગભગ ૩૦૦ લોકો ગુમ છે. તેમાંથી અનેક લોકો માર્યા ગયા હોવાની આશંકા છે.
બ્રાઝીલના મિનાસ ગેરેસ રાજ્યમાં બેલો હોરિજોંટો શહેરની પાસે વેલ ખાણમાં શુક્રવારે આ દુર્ઘટના બની. ડેમ ધસી પડતાં સમગ્ર વિસ્તારમાં કાંપથી ભરેલું પૂર આવી ગયું અને બ્રમાડિનો શહેરની આસપાસના ખેતરો તેની ઝપટમાં આવી ગયા. શનિવારે અનેક હેલિકોપ્ટરોને બચાવ કાર્યમાં લગાવવામાં આવ્યા, કારણ કે ડેમ ધસી પડ્યા બાદ કાંપ અને કિચડ ઈમારતોમાં ભરાઈ ગયો છે.
રાજ્યના ફાયરબ્રિગેડ સેવાના અધિકારી કર્નલ એડગાર્ડ એસ્ટાવાઓએ પત્રકારોને કહ્યું કે, અમને હજુ પણ લોકો જીવીત બચવાની આશા છે. અત્યાર સુધી મળેલા આંકડાઓ મુજબ ૨૯૬ લોકો ગુમ છે. મળતી માહિતી મુજબ આ તમામ ખાણ કર્મચારી છે.
અત્યાર સુધી ૪૦ લોકોનાં મોત થવાના અહેવાલ છે અને ૧૭૬ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે, જેમાંથી ૨૩ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિ જૈર બોલસોનારોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી. તેઓએ ટિ્‌વટ કરીને કહ્યું કે, આવા દ્રશ્યો જોઈને ભાવુક થયા વગર ન રહી શકતો.

Related posts

कंगना के खिलाफ अपराधिक मामला दर्ज

editor

लोग सफल महिलाओं से डर जाते हैं : स्वास्तिका मुखर्जी

editor

ડાન્સ ફિલ્મમાં વરૂણ તેમજ કેટરીના કેફની જોડી છવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1