Aapnu Gujarat
ગુજરાત

“બીબીબીપી કાર્યક્રમ”ની અમદાવાદ જીલ્લામાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ નરેન્દ્રસિંહ રાઠોડને સન્માનિત કરાયા

        પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરેલા “બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ” (બીબીબીપી) અંતર્ગત અમદાવાદ જીલ્લામાં તેનુ સુચારુ રૂપે વર્ષ ૨૦૧૫થી કરેલ ઉત્કૃષ્ઠ અને સરાહનીય કામગીરી કરવા બદલ નરેન્દ્રસિંહ એલ રાઠોડ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર,આઇ.સી.ડી.એસ, જિલ્લા પંચાયત અમદાવાદ અને તેમની ટીમને પ્રશસ્તિ પત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના સીંગરવામા જિલ્લા કક્ષાના 70મા ગણતંત્ર દિવસની ઉજવણી દરમ્યાન નરેન્દ્રસિંહ રાઠોડને પ્રશસ્તિ પત્ર અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ જિલ્લા પંચાયતના આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા પોષણ અભિયાન અંતર્ગત બનાવેલ ટેબ્લો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને પ્રથમ નંબર મેળવ્યો હતો. પ્રોગ્રામ ઓફિસર નરેન્દ્રસિંહ રાઠોડને સન્માનિત કરવામાં આવતા કર્મચારીઓ, અધિકારીઓ અને શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા કરવામાં આવી હતી.
    અમદાવાદ જિલ્લા પંચાયતના આઇ.સી.ડી.એસ વિભાગ પ્રોગ્રામ ઓફિસર નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના સીંગરવામા જિલ્લા કક્ષાના 70મા ગણતંત્ર દિવસની ઉજવણી ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિહ જાડેજાના હસ્તે ત્રીરંગો લહેરાવી કરવામા આવી હતી અને પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરેલા બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જીલ્લામાં તેનુ સુચારુ રૂપે વર્ષ ૨૦૧૫થી કરેલ ઉત્કૃષ્ઠ અને સરાહનીય કામગીરી કરવા બદલ નરેન્દ્રસિંહ એલ રાઠોડ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર, આઇ.સી.ડી.એસ, વિભાગ અમદાવાદ અને ટીમને પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યુ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સિંગરવા ખાતે આયોજિત કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા પંચાયત સંલગ્ન વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો બનાવવામાં આવ્યા હતા. જેમાં આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા પોષણ અભિયાન અંતર્ગત બનાવેલ ટેબ્લોએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. છેલ્લા ચાર વર્ષથી આઇસીડીએસ વિભાગનો ટેબ્લો અવ્વલ આવી રહ્યો છે અને લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

કાકરાપાર -ગોરધા-વડને જોડતી ઉદ્દવહન સિંચાઈ યોજનાને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે : ગણપતસિંહ વસાવા

aapnugujarat

ખેડૂતો પાસેથી ૧,૪૮,૬૫૧ ક્વિન્ટલ મગફળીની ખરીદી

aapnugujarat

શહેરમાં વધુ ૨૦૦ AMTS બસો રોડ પર દોડતી થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1