Aapnu Gujarat
ગુજરાત

શહેરમાં વધુ ૨૦૦ AMTS બસો રોડ પર દોડતી થશે

અમદાવાદના શહેરીજનોમાં જાહેર પરિવહન સેવાના ક્ષેત્રે એએમટીએસ અનેક પ્રકારનાં ધાંધિયાં છતાં પણ પ્રીતિપાત્ર બની રહી છે, કેમ કે એએમટીએસ બસ સર્વિસ શહેરના ખૂણે ખૂણે દોડી રહી છે. બીજી તરફ એએમટીએસના સત્તાવાળાઓ પણ બસના કાફલામાં સતત વૃદ્ધિ કરવાની દિશામાં પ્રયાસો કરી રહ્યા છે, જેના પરિણામે આગામી મે-જૂન સુધીમાં પેસન્જર્સે વધુ ૨૦૦ બસનો લાભ મળતો થઈ જશે.
તાજેતરમાં છસ્‌જીમાં ૧૫મા નાણાપંચની ગ્રાન્ટની રકમથી કુલ ૧૧૮ બસનો તબક્કાવાર સમાવેશ કરાયો છે, જેની પાછળ રૂ. ૩૦ કરોડ ખર્ચાયા છે. આ તમામ બસ રોડ પર દોડતી થઈ ગઈ હોવાથી તેનો ઓપરેશન અને મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ખાનગી ઓપરેટરોને સોંપાયો છે. બસના ડ્રાઇવર ખાનગી ઓપરેટરના તો કંડક્ટર એએમટીએસ સંસ્થાના રહેશે. ચાલુ નાણાકીય વર્ષમાં ગત તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ સુધીમાં તંત્રના બસના કાફલામાં વધુ ૪૧૮ બસનો ઉમેરો થયો છે.
હવે તંત્રએ ગ્રોસ કોસ્ટના ધોરણે વધુ ૨૦૦ બસ રોડ પર દોડતી કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. તમામ બસ રેગ્યુલર પ્રકારની એટલે કે મોટી બસ છે, જેને ખાનગી ઓપરેટર સ્વખર્ચે રોડ પર મૂકીને તેને દોડાવવાના છે. AMTS દ્વારા આગામી મે-જૂન સુધીમાં ૨૦૦ નવી રેગ્યુલર બસ આવી ગયા બાદ તેને વધુ વકરો આપનારા રૂટ પર દોડતી કરાશે. આ તમામ નવી બસ સીએનજી ચાલિત હોવાથી અમદાવાદીઓને પ્રદૂષણ સામે રાહત મળશે.
એક તરફ શાસકોએ એએમટીએસ બસની સંખ્યામાં વૃદ્ધિ કરવા ગંભીરતા દાખવી છે, બીજી તરફ ચાલુ જાન્યુઆરી મહિનાના પહેલા ૦૯ દિવસમાં પેસેન્જર્સની સંખ્યા વધીને રોજની ૪.૩૬ લાખની થઈ છે, જે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નો પેસેન્જર્સની સંખ્યા મામલે નવો રેકોર્ડ છે.AMTSના સત્તાવાળાઓ દ્વારા ગત ૧થી ૯ જાન્યુઆરી, ૨૦૨૩ સુધીના સમયગાળામાં રોડ પર ૭૦૦ જેટલી બસ મુકાઈ હતી અને તંત્રને દૈનિક રૂ. ૨૮.૦૯ લાખની આવક થઈ હતી. અમદાવાદમાં દરરોજ ૪ લાખ ૧૫ હજારથી વધુ લોકો AMTS બસનો ઉપયોગ કરે છે, શહેરમાં નવી બસો શરૂ થતાં મુસાફરોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. છસ્‌જી બસોના નવા કાફલા બાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની આવકમાં વધારો થાય તેવી શક્યતાઓ પણ છે. એએમટીએસ પેસેન્જર્સ વધી રહ્યા હોવાથી સ્વાભાવિકપણે આવક પણ વધી રહી છે.

Related posts

पाइप में जंग लगने की वजह से कांकरिया राइड्‌स दुर्घटना हुई

aapnugujarat

જન અધિકારના નેતા પ્રવીણ રામે રાહુલ સાથે બેઠક યોજી

aapnugujarat

नल सरोवर पक्षी अभ्यारण्य मुद्दे हाईकोर्ट की पीआईएल : केन्द्र और राज्य सरकार को नोटिस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1