Aapnu Gujarat
રમતગમત

ઓસ્ટ્રેલિયન ઓપન : નોવાક જોકોવિક સાતમી વખત ગ્રાન્ડસ્લેમ જીતવામાં સફળ

મેલબોર્ન પાર્ક ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની સિંગલ્સ ફાઇનલમાં આજે સર્બિયાના નોવાક જોકોવિકે એક તરફી ફાઈનલ મેચમાં સ્પેનના રાફેલ નડાલ ઉપર ૬-૩, ૬-૨, ૬-૩થી જીત મેળવી હતી. આ એક તરફી ફાઈનલ મેચમાં નડાલ પાસે જોકોવિકની ભવ્ય રમતના કોઇ જવાબ ન હતા. દુનિયાના નંબર વન ખેલાડી જોકોવિકે રેકોર્ડ સાતમી વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતવામાં સફળતા મેળવી હતી. આ જીતની સાથે જ જોકોવિકના ગ્રાન્ડસ્લેમની સંખ્યા વધીને ૧૫ થઇ ગઇ છે. આની સાથે જ હવે જોકોવિકના નામ ઉપર ઓપન એરામાં સૌથી વધારે ઓસ્ટ્રેલિયન ઓપન જીતવાનો રેકોર્ડ થઇ ગયો છે. રોજર ફેડરરે પણ અહીં સફળતા હાંસલ કરી છે. જોકોવિકે મેચની જોરદાર શરૂઆત કરી હતી અને પ્રથમ સેટથી જ પ્રભુત્વ જમાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ ચાર ગ્રાન્ડસ્લેમ પૈકીની એક સ્પર્ધા છે. ઓસ્ટ્રેલિયન ઓપન દર વર્ષે મેલબોર્નમાં જાન્યુઆરીના પ્રથમ બે પખવાડિયામાં યોજાય છે. ૧૯૦૫માં ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયન ઓપનમાં પુરુષ, મહિલા સિંગલ્સની સ્પર્ધા, મિક્સ ડબલ્સની સ્પર્ધા, જુનિયર ચેમ્પિયનશીપ, વ્હીલચેર, પૂર્વ ખેલાડીઓની સ્પર્ધા યોજાય છે. ૧૯૮૮ પહેલા આ સ્પર્ધા ગ્રાસકોટ ઉપર રમાતી હતી પરંતુ ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. ૧૯૮૮ બાદ મેલબોર્ન પાર્કમાં બે પ્રકારની હાર્ડ કોટ સરફેસનો ઉપયોગ કરવામાં આવે છે.ઓસ્ટ્રેલિયન ઓપનમાં બે પ્રકારના ક્વોટ બનાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન ઓપનનો ઇતિહાસ ખૂબ શાનદાર રહ્યો છે. ઓસ્ટ્રેલયન ઓપનમાં સૌથી વધારે ચેમ્પિયનશીપ જીતવાનો રેકોર્ડ રોય ઇમર્સને મેળવ્યો છે. ઇમર્સને છ વખત સિંગલ્સ સ્પર્ધા જીતી છે. મહિલા વર્ગમાં આ રેકોર્ડ માર્ગારેટ કોર્ટના નામે છે. માર્ગારેટ કોર્ટે ૧૧ વખત સિંગલ્સ સ્પર્ધા જીતી હતી.

Related posts

रोहित बने AUS के खिलाफ 100 छक्के लगाने वाले पहले बल्लेबाज

editor

इस साल वास्तव में हमारे पास एक बेहतरीन टीम : स्मिथ

editor

Fifa Best Award : रोनाल्डों को पछाड़ मेसी फिर बने ‘फुटबॉल किंग’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1