Aapnu Gujarat
બિઝનેસ

સોના પર આયાત ડ્યુટી નહીં ઘટે તેવા સંકેત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર લોકસભાની ચૂંટણી પહેલા પહેલી ફેબ્રુઆરીના દિવસે વચગાળાનુ બજેટ રજૂ કરવા જઇ રહી છે. બજેટમાં કેટલાક લોકલક્ષી પગલા લેવામાં આવી શકે છે. સામાન્ય બજેટની જગ્યાએ આ વચગાળાનુ બજેટ હોવા છતાં સરકાર કોઇ તક છોડવા માટે તૈયાર નથી. પ્રાપ્ત માહિતી મુજબ બજેટમાં સોના પર હાલમાં લાગુ આયાત ડ્યુટીમાં કોઇ ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. બેંકર્સ અને જાણકાર નિષ્ણાંતો કહે છે કે જીએસટી કલેક્શનમાં ઘટાડો થઇ રહ્યો છે. સાથે સાથે આગામી લોકસભાની ચૂટણી પર આવી પહોંચી છે. લોકસભા ચૂંટણી પહેલા ગ્રામીણ વસ્તીની આવકમાં સુધારાના પ્રયાસથી સરકારી ખજાના પર બોજ આવી રહ્યો છે. આવી સ્થિતીમાં આવી શક્યતા ઓછી છે કે સરકાર સોનાની આયાત ડ્યુટીમાં ઘટાડો કરશે. કારણ કે આના કારણે આવકમાં ઘટાડો થઇ શકે છે. ગોલ્ડ પર આયાત ડ્યુટીને ઘટાડી દેવાનો અર્થ એ થાય છે કે તેમની સંપત્તિની કિંમતમાં ઘટાડો થઇ જશે. આના કારણે મોટી સંખ્યામાં ભારતીય પરિવારમાં નારાજગી જોવા મળી શકે છે. કોટક મહિન્દ્રા બેંકના ગ્લોબલ ટ્રાન્જેક્શન બેકિંગ ના સિનિયર અદિકારી શેખર ભંડારી કહે છે કે વર્તમાન નાણાંકીય વર્ષમાં જીએસટી કલેક્શનમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. આવી સ્થિતીમાં સરકાર ગોલ્ડ પર આયાત ડ્યુટી ઘટાડી દેવા માટે તૈયાર નથી. ગોલ્ડ પર બે ટકા આયાત ડ્યુટી ઓચી કરવાની સ્થિતીમાં સરકારનુ રાજસ્વ ૫૦ કરોડ ડોલર સુધી ઘટી શકે છે. આ પણ યોગ્ય નથી કે સરકાર ગોલ્ડ પર આયાત ડ્યુટીને ઘટાડીને જીએસટીના દર વધારી દે. કારણ કે પહેલાથી જ જીએસટી કલેક્શનના લક્ષ્યને પહોંચી વળવામાં સફળતા હાથ લાગી નથી. જેથી ગોલ્ડ પર જીએસટીના દરોને ઘટાડી દેવા અથવા તો તેમાં કોઇ પણ પ્રકારના ફેરકાર કરવાની બાબત યોગ્ય દેખાતી નથી. ડિસેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન સતત બીજા મહિનામાં ઘટીને ૯૪૭૨૬ કરોડ સુધી પહોંચી જતા ચિંતા રહી હતી. નવેમ્બર મહિનામાં આંકડો ૯૭૬૩૭ કરોડનો રહ્યો હતો. જ્યારે તેના પહેલાના મહિનામાં આંકડો ૧૦૦૭૧૦ કરોડ રૂપિયાનો હતો. ગયા વર્ષે એપ્રિલ મહિનાથી ડિસેમ્બર વચ્ચે માસિક જીએસટી કલેક્શન સરેરાશ ૯૬૮૦૦ કરોડ રહેતા આની ચર્ચા આર્થિક નિષ્ણાંતો વચ્ચે જોવા મળી હતી. જાણકાર લોકો કહે છે કે જીએસટીના માસિક કલેક્શનનો આંકડો આશરે ૧૦૬૩૦૦ કરોડનો રહ્યો છે. જીએસટીના આ વર્ષના નિર્ધારિત લક્ષ્યને હાંસલ કરવા માટે દર મહિને સરેરાશ ૧૩૪૯૦૦ કરોડ રૂપિયાની જરૂર દેખાઇ રહી છે. જાણકાર લોકો કહી રહ્યા છે કે નવેમ્બર ૨૦૧૫માં લોન્ચ કરાયેલી સાવરેન ગોલવ્ડ બોન્ડ પર પણ ૧૦ ટકા આયાત ડ્યુટી સામેલ છે. આ સ્કીમને લઇને પણ ચર્ચા જોવા મળી રહી છે. આવી સ્થિતીમાં ગોલ્ડ ઇમ્પોર્ટ ડ્યુટીને ઘટાડી શકાય તેમ નથી.

Related posts

52,000 करोड़ रुपए के 35 लाख वाहनों को नहीं मिल रहे खरीदार

aapnugujarat

સેંસેક્સ ૧૩૯ પોઇન્ટ ઘટીને ૩૫૬૦૦ની નીચી સપાટીએ

aapnugujarat

2020-2021 से 8% से ज्‍यादा की विकास दर हासिल कर लेगा भारत : राजीव कुमार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1