Aapnu Gujarat
રાષ્ટ્રીય

૪ પાસ ૧૩ વેઈટરની ભરતી માટે હજારો એમબીએ અને પોસ્ટ ગ્રેજ્યુએટે ભર્યા ફોર્મ

દેશમાં બેરોજગારી કેટલી છે તેનો અંદાજો એ વાત પરથી જ લગાવી શકાય છે કે એક-એક પદ માટે હજારો લોકોની ભીડ લાગે છે. બેરોજગાર યુવા હાલ નોકરી માટે કોઈ પણ પદ માટે આવેદન આપવા માટે તૈયાર રહે છે. મુંબઈના મંત્રાલયની તરફથી બહાર પાડવામાં આવેલી ભરતીમાં પણ કંઈક આવો જ નજારો જોવા મળ્યો. મુંબઈના મંત્રાલયમાં ૧૩ વેટર માટે ભરતી બહાર પાડવામાં આવી હતી પરંતુ ફોર્મ સાત હજારથી પણ વધુ લોકોએ ભરી દીધા. આશ્ચર્યમાં મુકે તેવી વાત એ છે કે આ પદ માટે ચોથું પાસ ધોરણની જ જરૂરીયાત છે પરંતુ ફોર્મ એમબીએ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીએ પણ ભર્યા છે.મળેલી જાણકારી અનુસાર મુંબઈના મંત્રાલયે પોતાના ત્યાં ૧૩ વેટરો માટે ભરતી બહાર પાડી છે. ફોર્મની અંતિમ તારીખ સુધી સાત હજાર લોકોએ તેના માટે ફોર્મ ભરી લીધા છે.
ફોર્મ જોયા બાદ જ્યારે યોગ્ય ઉમેદવારની પસંદગી કરવાનું શરૂ કરવામાં આવ્યું તો આશ્ચર્યમાં મુકે તેવા પણ ફોર્મ સામે આવ્યા. ઘણા ફોર્મમાં શૈક્ષણિક યોગ્યતા એમબીએ પાસ લખેલી હતી તો ધણા પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ હતા.અડધાથી વધુ ફોર્મ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ ભર્યા હતા. આ મામલો બહાર આવતા વિપક્ષ જ્યાં આના પર સરકારને ધેરવાનો પ્રયાસ કરી રહી છે તો સામે સરકાર એવું તર્ક આપે છે કે પહેલાની સરકાર કરતા બેરોજગારી ઓછી થઈ છે. તમને જાણીને નવાઈ લાગશે કે વર્ષ ૨૦૧૬માં યુપીના મુરાદાબાદમાં સફાઈ કર્મચારીઓ માટે ફોર્મ મંગાવવામાં આવ્યા હતા. તે સમયે ૧૦૮૩ પદો માટે ૬૦ હજાર ફોર્મ ભરવામાં આવ્યા હતા. તેમાં હજારો બેરોજગાર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાનો સમાવેશ છે. આટલું જ નહીં પોતાની યોગ્યતા સાબિત કરવા માટે તે હાથમાં પાવડા લઈને નાળામાં ઉતરી ગયા અને ગંદકી સાફ કરવા લાગ્યા હતા.હાથમાં પાવડો અને શરીર પર બંડી પહેરીને નાળામાં સફાઈ કરતા દેખાઈ રહેલા લોકો ગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ છે. આ તસ્વીર મુરાદાબાદ નગમ નિગમમાં સફાઈ કર્મચારી માટે આવેદન કરવા વાળા બેરોજગાર યુવકોની છે.

Related posts

બોમ્બે હાઇકોર્ટે ૪૦ વર્ષ મોટા વ્યક્તિ સાથેના સગીરાના લગ્નને માન્ય રાખ્યા

aapnugujarat

दलित सांसदो, विधायकों जरिए सरकार पर दबाव की तैयारी

aapnugujarat

प्रधानमंत्री उज्ज्वला योजना को और विस्तार दिया जाएगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1