Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં કોલ્ડવેવની ચેતવણી : નલિયામાં ૬.૮

ગુજરાતમાં ફરી એકવાર કોલ્ડવેવની ચેતવણી અથવા તો તાપમાન ખુબ નીચું જવા માટેની ચેતવણી જારી કરવામાં આવતા લોકો ફરી એકવાર સાવધાન બન્યા છે. ઠંડીની ધીમે ધીમે પૂર્ણાહૂતિ થઇ રહી છે ત્યારે હવામાન વિભાગ તરફથી ફરી એકવાર કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ ખાસ કરીને કચ્છ, રાજકોટ, ભાવનગર, પોરબંદરમાં કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. બીજી બાજુ લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થયો છે. આજે નલિયા ઠંડુગાર રહ્યું હતું. અહીં તાપમાન ગગડીને ૬.૮ ડિગ્રી નીચે પહોંચી ગયું હતું. અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન ૧૨.૬, ડિસામાં ૧૦.૮ અને ગાંધીનગરમાં ૧૧, કંડલા એરપોર્ટમાં ૧૦.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તાપમાન ઉંચુ હોવા છતાં ઠંડીનો ચમકારો દેશના અન્ય ભાગોની જેમ જ ગુજરાતમાં પણ અનુભવાઈ રહ્યો છે. દિલ્હી અને એનસીઆરમાં વરસાદ તેમજ હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાની સીધી અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બે ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા તથા દિલ્હી અને એનસીઆરમાં હાલમાં વરસાદના પરિણામ સ્વરુપે તેની અસર અમદાવાદ શહેરમાં પણ જોવા મળે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારના દિવસે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ભાગોમાં કમોસમી વરસાદના પરિણામ સ્વરૂપે ફરી એકવાર ખેડુતો અને સામાન્ય લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. કમોસમી વરસાદના લીધે ખેડુતોને જીરૂ અને શિયાળા પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે. આ પ્રકારના કમોસમી વરસાદના કારણે ખેડુતોની ચિંતામાં વધારો થયો છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૧૨.૬ ડિગ્રી રહ્યું હતું. અમદાવાદ શહેરમાં આજે વહેલીસવારથી જ ઠંડા પવનો ફુંકાયા હતા. જો કે, ગુજરાતની સાથે સાથે દિલ્હી અને એનસીઆર તેમજ અન્ય મેદાની ભાગોમાં પડતા તેની અસર જોવા મળી હતી. હવામાન વિભાગ તરફથી વરસાદની કોઇ આગાહી નથી પરંતુ તાપમાન ઘટશે.અમદાવાદમાં આવતીકાલે લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રીની આસપાસ રહી શકે છે. આજે વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. સુરત અને અન્ય કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય જોવા મળ્યું છે.

Related posts

વલસાડમાં લોરેન્સ બિસ્નોઇ ગેંગનો શાર્પ શૂટર ઝડપાયો

aapnugujarat

હિંમતનગર ખાતે એ.એચ.પી દ્વારા કમલેશ તિવારીને શ્રદ્ધાંજલિ અપાઈ

aapnugujarat

વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલનો મંત્રી મંડળમાં સ્થાન

editor

Leave a Comment

UA-96247877-1