Aapnu Gujarat
તાજા સમાચારશિક્ષણ

પબજી રમત ઉપર પ્રતિબંધ લગાવવા માટે રજૂઆત

હાલના ઈન્ટીરનેટના યુગમાં મોબાઈલ પર ખાસ કરીને બાળ અને યુવામાનસ પર વિપરીત અસરો કરતી રમતો દર્શાવાતી હોવાથી અને શાળામાં ભણતા બાળકોમાં આવી રમત જોવાની બાળકો અને યુવાનોમાં ઘેલછા હોવાના કારણે તેની બાળમાનસ અને યુવામાનસ પર વિપરીત અસર ન થાય તે માટે રાજય સરકાર આ પ્રકારની નકારાત્મક અસર જન્માાવતી પબજી રમત પર રોક લગાવવા અંગે કાર્યવાહી કરવા ભારત સરકાર સમક્ષ રજૂઆત કરી છે, તેમ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે. દરમિયાન પ્રાથમિક શાળાના બાળકોમાં પબજી રમત અંગે સજાગતા તથા બાળકોમાં જાગૃતિ કેળવાય તે માટે જે તે શાળા દ્વારા જરૂરી કાર્યવાહી થાય તે માટે જિલ્લાક પ્રાથમિક શિક્ષણાધિકારી તથા શાસનાધિકારીઓને તેમના હસ્તકની પ્રાથમિક શાળાઓને જરૂરી સૂચના આપવા જણાવાયું છે. શાળામાં ભણતું આજનું બાળક કે આજનો યુવાન એ આવતીકાલનો નાગરિક છે ત્યારે આવા બાળક કે યુવાનના માનસ પર મોબાઈલ દ્વારા ઓનલાઈન દર્શાવાતી હિંસાવૃત્તિસ વકરાવે તેવી રમતો પર રોક લાગે તે બાળકો અને યુવાનોના વિશાળ હિતમાં જરૂરી છે, તેમ જણાવી શિક્ષણમંત્રીએ ઉમેર્યુ હતું કે ‘પબજી રમત’ જેવી રમત કે જે બાળ અને યુવામાનસમાં હિંસાવૃત્તિક જન્માવવે તેવી છે. તેવી રમતો પર રોક લગાવાય તેવી શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆતો પણ આવેલી છે. આ પ્રકારની ઓનલાઈન દર્શાવાતી રમતો જોવાનો બાળકોમાં એક પ્રકારનો નશો રહેતો હોવાથી તે શિક્ષણ કાર્યથી વિમુખ બની જાય છે, કયારેક તો તે પોતાના ભોજન સંબંધી રોજીંદી જરૂરીયાતોથી પણ વિમુખ થઈ જાય છે. કુટુંબના સભ્યોથી વિમુખ થઈ જાય છે. તેનો સામાજિક વ્યકિતત્વ વિકાસ પણ રુધાંય છે.

Related posts

ભારતમાં હજુ આઇએસનો પગપેસારો થયો નથી : કાશ્મીર ડીજીપી

aapnugujarat

जीएसटी में खत्म होंगे १२ और १८ प्रतिशत के टैक्स स्लैब

aapnugujarat

આરટીઇ હેઠળ ઓનલાઇન પ્રવેશો માટે આજથી પ્રક્રિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1