Aapnu Gujarat
રાષ્ટ્રીય

અનૈતિક સંબંધની શંકામાં મહિલાએ પોતાના પતિનું પ્રાઇવેટ પાર્ટ કાપી નાંખ્યુ..!!

ઓડિશાના નબરંગપુરા જિલ્લામાં એક દિલ હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે, જ્યાં લગ્ન બાદ અનૈતિક સંબંધની શંકામાં એક મહિલાએ પોતાના પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. મહિલાને છેલ્લા ઘણા દિવસોથી પોતાના પતિ પર શંકા હતી કે, તેના પતિનો કોઇ અન્ય મહિલાની સાથે આડા સંબંધ છે. પીડિતને ઘટનાને પગલે ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર છે.
આ ખતરનાક ઘટના નવરંગપુર જિલ્લાના એક ગામની છે. એક અંગ્રેજી ન્યૂઝ એજન્સીના મતે, મહિલાને છેલ્લા ઘણા સમયથી પોતાના પતિ પર શંકા થઇ રહી હતી. તેને લાગી રહ્યું હતું કે, તેનો પતિ કોઇ બીજી મહિલાની સાથે અનૈતિક સંબંધ ધરાવે છે. એટલા માટે તે તેની પાસે આવતો નથી.
બસ આ વાતને ધ્યાનમાં રાખીને વિવાહિત મહિલાએ ખતરનાક વારદાતને અંજામ આપવાનું મન બનાવી લીધું હતું. ગત રાત્રે જ્યારે તેનો પતિ સૂઇ રહ્યો હતો, ત્યારે પત્નીએ એક ધારદાર ચાકૂ લઇને ત્યાં પહોંચી અને તેના પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. જેના લીધે પતિ લોહીલુહાણ થઇ ગયો હતો. ઘટનાને પગલે પતિ બૂમો પાડવા લાગ્યો હતો.
પતિની ચીસો સાંભળીને આસપાસના લોકો જાગી ગયા અને ત્યાં પહોંચ્યા હતા. જ્યાં પીડિત વ્યક્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર છે. આ ઘટનાની સૂચના મળ્યા બાદ પોલીસ ગામમાં પહોંચી અને પીડિતની આરોપી પત્નીની ધરપકડ કરી હતી.

Related posts

પીએફ કન્ટ્રીબ્યુશનને ઘટાડી ટેકહોમ સેલેરી વધારવા તૈયારી

aapnugujarat

૧૦ ટકા અનામતને અમલી કરવા છત્તિસગઢે નિર્ણય કર્યો

aapnugujarat

एकतरफा नहीं होगा उपराष्ट्रपति पद का चुनावः गोपालकृष्ण

aapnugujarat

Leave a Comment

UA-96247877-1