Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રોબર્ટ વાડ્રાને રાજસ્થાન હાઈકોર્ટ તરફથી રાહત ન મળી, ૧૨ ફેબ્રુઆરીએ ઇડી સમક્ષ હાજર રહેવાના આદેશ

કોલયાત વિસ્તારમાં ૨૭૫ વીઘા જમીન ખરીદીના મામલે રોબર્ટ વાડ્રા અને તેમની માત મૌરીન વાડ્રાને રાજસ્થાન હાઈકોર્ટમાંથી રાહત નથી મળી. તેઓને ૧૨મી ફેબ્રુઆરી ઇડીની સામે હાજર થવું પડશે.
ઇડીએ નવેમ્બરના છેલ્લાં સપ્તાહમાં વાડ્રાને ત્રીજી વખત સમન જાહેર કર્યું હતું. તે પહેલાં બે સમનને તેઓએ મચક આપી ન હતી.હાઈકોર્ટના જસ્ટિસ પુષ્પેન્દ્ર સિંહ ભાટીની બેંચ વાડ્રાની કંપની સ્કાઈ લાઈટ હોસ્પિટાલિટી લિમિટેડની અરજી પર સોમવારે સુનાવણી કરી રહી હતી.
આ અંગે કોર્ટે કંપનીના તમામ લોકોને ઇડીની સામે હાજર થવાના આદેશ આપ્યાં છે.વાડ્રાના વકીલ કુલદીપ માથુરે કોર્ટે જણાવ્યું કે તેમના અસીલ તપાસમાં સહયોગ માટે તૈયાર છે, પરંતુ તેમની પુત્રીનું ઈંગ્લેન્ડમાં ગોઠણનું ઓપરેશન થવાનું છે.
આ અંગે કોર્ટે કહ્યું કે બંને પક્ષના વકીલ હાજર થવાની તારીખ પોતે જ નક્કી કરી લે. જે બાદ ૧૨ ફેબ્રુઆરીની તારીખ નક્કી કરાઈ છે. રોબર્ટ વાડ્રા અને પ્રિયંકા ગાંધીની પુત્રી મિરાયા (૧૬ વર્ષ) બાસ્કેટબોલ ખેલાડી છે. તે સબ જૂનિયર વર્ગમાં રાષ્ટ્રીય સ્તરે રમી ચૂકી છે.
સૂત્રોનું માનવામાં આવે તે રમત દરમિયાન મિરાયાના ગોઠણમાં ઈજા થઈ હતી. એએસજી રસ્તોગીએ કોર્ટને નિવેદન કર્યું કે વાડ્રા અને તેમની કંપનીના લોકો દોષી જાહેર થાય તો તેમની ધરપકડ પર લગાવવામાં આવેલી રોક હટાવવામાં આવે. આ અંગે કોર્ટે કહ્યું કે તેના માટે બાદમાં એક અરજી રજૂ કરી આદેશ લઈ શકાય છે. બીકાનેરના કોલાયત વિસ્તારમાં ૨૭૫ વીઘા જમીન ખરીદવામાં આવી હતી. એએસજી રાજદીપ રસ્તોગીએ કોર્ટને જણાવ્યું કે રોબર્ટ વાડ્રાએ મૌરીન વાડ્રાને એક ચેક આપ્યો હતો. આ ચેકથી વચેટિયા મહેશ નાગરે પોતાના ડ્રાઈવરના નામે જમીન ખરીદી આ સમગ્ર કૌભાંડને પાર પાડ્યું હતું. આ તપાસનો વિષય છે.

Related posts

આઈપીએલ : આવતીકાલે પંજાબ- બેંગ્લોર ટકરાશે

aapnugujarat

સેક્યુલરની કોઈ જ ઓળખ નથી : કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડેનું વિવાદાસ્પદ નિવેદન

aapnugujarat

મુંબઈ-પટના વચ્ચે આવવું-જવું હવે આસાન રહેશે, બાન્દ્રા-પટના વચ્ચે દોડતી થઈ હમસફર ટ્રેન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1