Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરકારી કર્મચારીઓનો ૧૨,૦૦૦થી ૨૫,૦૦૦ સુધી પગાર વધશે

સરકારી કર્મચારીઓને મોદી સરકાર તરફથી એક વધુ મોટી ભેટ મળશે. મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે રેલવે કર્મચારીઓનુ રનિંગ એલાઉન્સ બેગણું વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારબાદ તેમના પગારમાં હજારો રૂ.નો વધારો થવાનું નક્કી થયું છે. રેલ્વેએ પોતાના ગાડ્‌ર્સ, લોકો પાયલટ્‌સ અને સહાયક લોકોનો રનિંગ એલાઉન્સ વધારવાનો નિર્ણય કર્યો છે. આ રેલવે કર્મચારીઓને ૭માં પગાર કમિશન હેઠળ ચાલી રહેલ એલાઉન્સ અથવા ભથ્થું મળવાનું શરૂ થઈ જશે.
હાલમાં ગાડ્‌ર્સ, લોકો પાયલટ્‌સ અને સહાયક લોકો પાયલટ્‌સનું રનિંગ એલાઉન્સ ૨૫૫ રૂ. પ્રતિ ૧૦૦ કિ.મી. છે, જે હવે ૫૨૦ રૂ. થવાનું છે. રેલવેની અલગ શ્રેણીના કર્મચારીઓને એલાઉન્સ જુલાઈ ૨૦૧૭માં આપવામાં આવ્યું હતું. પરંતુ રનિંગ સ્ટાફ માટે રેલ યુનિયન (રનિંગ સ્ટાફ) અને રેલ્વે બોર્ડમાં ખેંચાણ ચાલી રહી હતી. ૨૦૧૬માં એલાઉન્સ કમિટિની ભલામણ પર જૂન ૨૦૧૮માં રેલ્વે બોર્ડ દ્વારા રનિંગ એલાઉન્સને બેગણું કરવાનો આદેશ આપ્યો છે. રેલવે બોર્ડના એલાઉન્સ વધારવાના નિર્ણય પર નાણા મંત્રાલયની ઝંડી આ જ મહિને મળી શકે છે.
મંજુરી મળતા જ મેલ-એક્સપ્રેસ, રાજધાની, શતાબ્દી, સુપર ફાસ્ટ ટ્રેનો અને માલગાડીના લોકો પાયલટ અને ગાર્ડને દરેક ૧૦૦ કિલોમીટર ચાલવા પર ૫૨૫ રૂપિયા મળવાનુ શરૂ થઈ જશે. આ રીતે એક લોકો પાયલટ-ગાર્ડ દર મહિને ૧૨,૦૦૦ થી ૨૫,૦૦૦ રૂપિયાની વધુ કમાણી કરશે. રેલવે અધિકારીઓ અનુસાર, મુસાફરોની ટ્રેનો અને માલગાડીના લોકો પાયલટ અને ગાર્ડના રનિંગ એલાઉન્સમાં એક અને બે રૂપિયાનો તફાવત હોય છે.

Related posts

જીજાજીએ સાળી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ખળભળાટ

aapnugujarat

નોઇડા આવી અંધવિશ્વાસ યોગીએ તોડ્યો : મોદી : મજેન્ટા લાઇન મેટ્રોનું મોદી દ્વારા ઉદ્‌ઘાટન

aapnugujarat

લૉકડાઉન પછી ૫ લાખથી વધુ નવી નોકરી, ૨૦૨૧માં નોકરી વધશે

editor

Leave a Comment

UA-96247877-1